સોશિયલ મીડિયા પર સહેજ અમથું કંઈક વાયરલ થઈ જાય અને તેની ચર્ચા ના થાય, ભલા એવું કેવી રીતે બની શકે. આ દિવસોમાં ઇન્ટરનેટ પર જાન્હવી કપૂરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચારોની દુનિયા સુધી જાન્હવી કપૂરની જ વાતો થઈ રહી છે. 


જાન્હવી કપૂરનો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર જાન્હવી કપૂરની એક તસવીરે હલચલ મચાવી દીધી છે. જાન્હવીએ પોતાના નાઇટસૂટની ટી-શર્ટ પર બોયફ્રેન્ડ શિખર પહારીયાનું નામ ફ્લોન્ટ કર્યું છે. આ ફોટો સામે આવતાની સાથે જ પ્રશંસકો તેમના સંબંધને નક્કી માની રહ્યા છે. જાન્હવી કપૂર અને શિખર પહારીયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ પર ચર્ચા તેજ

જો કે, બંનેએ હજી સુધી પોતાના પ્રેમને ઓફિશિયલ નથી કર્યો, પરંતુ એકબીજા માટેની તેમની લવિંગ પોસ્ટ તેમના સંબંધને જગજાહેર કરે છે. જાન્હવીની નાઇટ સૂટમાં આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસની ટી-શર્ટ પર લખ્યું છે કે જો હું ખોવાઈ જાઉં, તો પ્લીઝ શિખર પહારીયા પાસે પહોંચાડી દેશો.


પ્રશંસકો લગાવી રહ્યા છે અટકળો

જાન્હવીની ટી-શર્ટ પર લખેલા આ કેપ્શને પ્રશંસકોના દિલ જીતી લીધા છે. પ્રશંસકો જાન્હવી અને શિખરના સંબંધને હવે પૂરી રીતે નક્કી માની રહ્યા છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ આના પર કોઈ રિએક્શન નથી આપ્યું. આની સાથે જ હવે ચર્ચા થઈ રહી છે કે કપૂર ખાનદાનની દીકરી, રાજકીય ઘરના વહુ બનશે. જો કે, આની ખબર સમય સાથે જ પડશે.


કોણ છે શિખર પહારીયા?

શિખર પહારીયાની જો વાત કરીએ તો શિખર પહારીયા એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જી હા, શિખર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર છે. આ સિવાય શિખર એક બિઝનેસમેન પણ છે. હવે જોવાનું એ રહેશે કે શું આ બંને પોતાના સંબંધ પર કંઈક કહે છે કે પછી સીધા લગ્નના જ સારા સમાચાર મળશે.

આ પણ વાંચો-Akshay Kumar: મામા લાગે છે તું મારો...? પેપરાઝીને અક્ષય કુમારે આપ્યો જોરદાર જવાબ!

  • Follow us on: