ઓરમેક્સ મીડિયાની નવી OTT વ્યૂઅરશિપ યાદી સામે આવી છે. 'ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2026' સૌથી વધુ જોવાયેલું કન્ટેન્ટ બન્યું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ લાખો વ્યૂઝ સાથે ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. જાણો કયા શો અને વેબ સિરીઝે આ અઠવાડિયે દર્શકોના દિલ જીત્યા.
OTT પર સૌથી વધુ કોણે રાજ કર્યું?
ઓરમેક્સ મીડિયા દ્વારા જાહેર કરાયેલી આ અઠવાડિયાની OTT વ્યૂઅરશિપ યાદી અનુસાર 'ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2026' ક્રિકેટ શ્રેણીએ સૌથી વધુ 13.2 મિલિયન વ્યૂઝ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ મેચો દર્શકો જિયો હોટસ્ટાર પર જોઈ રહ્યા છે. ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ ફરી એકવાર સ્પષ્ટ જોવા મળ્યો છે.
સમય રૈનાનો શો બીજા નંબરે
કોમેડિયન સમય રૈનાનો લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ 2' આ યાદીમાં બીજા સ્થાને રહ્યો છે. આ શોને 9.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે. દર્શકો આ શોને YouTube તેમજ Netflix પર જોઈ શકે છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.
ફીફા વર્લ્ડ કપ અને જેઠાલાલનો કમાલ
'ફીફા વર્લ્ડ કપ 2026'ને 8.5 મિલિયન વ્યૂઝ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે. તેની સાથે છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી ચર્ચામાં આવ્યો છે. આ શોને 4.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે સમગ્ર ભારતમાં ચોથા ક્રમે ટ્રેન્ડ કરી રહ્યો છે. દર્શકો તેને YouTube અને SonyLIV પર માણી રહ્યા છે.
રાજકુમાર હિરાણીની વેબ સિરીઝને પણ મળ્યો પ્રેમ
રાજકુમાર હિરાણીની સાયબર-ક્રાઈમ કોમેડી-થ્રિલર વેબ સિરીઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો'ને 4.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે, જેના કારણે તે પાંચમા સ્થાને પહોંચી છે. આ સિરીઝ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મેળવી રહી છે.
'લાફ્ટર શેફ્સ 3' અને 'ઠુકરા કે મેરા પ્યાર 2'ની ધૂમ
રસોઈ અને કોમેડીથી ભરપૂર 'લાફ્ટર શેફ્સ: અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ' સીઝન 3એ 4.1 મિલિયન વ્યૂઝ સાથે યાદીમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સંચિતા બસુ અને ધવલ ઠાકુર અભિનીત 'ઠુકરા કે મેરા પ્યાર સીઝન 2'ને 3.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે પણ ટોપ ટ્રેન્ડિંગ શોમાં સામેલ છે.
ટોપ 10માં સામેલ અન્ય લોકપ્રિય શો
'અબ હોગા હિસાબ' વેબ સિરીઝ 3.3 મિલિયન વ્યૂઝ સાથે આઠમા સ્થાને છે અને તે Amazon MX Player પર ઉપલબ્ધ છે. અમોલ પરાશરની 'ગ્રામ ચિકિત્સાલય 2'ને 3.0 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે નવમા ક્રમે છે. જ્યારે રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય ટીવી શો 'અનુપમા' 2.9 મિલિયન વ્યૂઝ સાથે ટોપ 10માં દસમું સ્થાન મેળવીને ફરી પોતાની લોકપ્રિયતા સાબિત કરી રહ્યો છે.
આ પણ વાંચો : Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'માં રાજકુમાર રાવના લુક પર સોશિયલ મીડિયામાં શરૂ થયું ટ્રોલિંગ