રાજા રઘુવંશી હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 29 વર્ષીય રાજા તેની પત્ની સોનમ સાથે હનીમૂન માટે મેઘાલય ગયો હતો. તે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજાની નિર્દયતાથી હત્યા કરવામાં તેની પત્ની સોનમ, તેનો પ્રેમી અને અન્ય બે લોકોનો હાથ હોવાનું સામે આવ્યું છે. તો આ હત્યાકાંડ પર બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપતાં તેને ક્રૂર, જઘન્ય અને સંપૂર્ણપણે વાહિયાત ગણાવી છે. તે છૂટાછેડા પણ લઈ શકતી નહોતી કે તેના પ્રેમી સાથે ભાગી પણ શકતી નહોતી.તે છૂટાછેડા પણ લઈ શકતી નહોતી કે તેના પ્રેમી સાથે ભાગી પણ શકતી નહોતી.


રાજા રઘુવંશી હત્યાકાંડ પર કંગના રનૌતની પ્રતિક્રિયા

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખી છે. અભિનેત્રીએ લખ્યું છે કે, 'આ કેટલું વાહિયાત છે!! એક સ્ત્રી લગ્નનો ઈનકાર કરી શકતી નથી કારણ કે તે તેના માતાપિતાથી ડરે છે પરંતુ તે પોતાના પ્રેમી અને અન્ય લોકોને સોપારી આપીને મર્ડરનું કાવતરૂ ઘડીને લોહીયાળ હત્યા કરી શકે છે. આ વાત સવારથી મારા મગજમાં છે પણ હું તેને સમજી શકતી નથી. ઉફફફફ...હવે મને માથાનો દુખાવો થઈ રહ્યો છે! તે છૂટાછેડા પણ લઈ શકતી નહોતી કે તેના પ્રેમી સાથે ભાગી પણ શકતી નહોતી.


ક્રૂર, ઘૃણાસ્પદ અને વાહિયાત હત્યા: કંગના

કંગનાએ આગળ લખ્યું હતું કે, 'કેટલા ક્રૂર, ઘૃણાસ્પદ અને સૌથી વધુ વાહિયાત અને મૂર્ખ. મૂર્ખ લોકોને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. તેઓ કોઈપણ સમાજ માટે સૌથી મોટો ખતરો છે. આપણે ઘણીવાર તેમના પર હસીએ છીએ અને વિચારીએ છીએ કે તેઓ નુકસાન કરી શકતા નથી પરંતુ તે સાચું નથી. બુદ્ધિશાળી લોકો પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ યાદ રાખો કે મૂર્ખ વ્યક્તિને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે! તમારી આસપાસના મૂર્ખ લોકો પ્રત્યે ખૂબ સભાન રહો.

રાજા રઘુવંશી હત્યાકાંડ

રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના થોડા દિવસો બાદ તેણે ઉત્તર પ્રદેશના ગાઝીપુરના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. શિલોંગ પોલીસે હવે હત્યામાં સામેલ ત્રણ લોકોના 7 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે. સોનમને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવી છે. ટૂંક સમયમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.

  • Follow us on: