ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ આજકાલ ડેટિંગની અફવાઓને કારણે સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. આરજે મહવશ સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ માટે ઘણી પોસ્ટ શેર કરતી રહે છે. દરેક લોકો જાણવા માગે છે કે, હકીકતમાં બંને વચ્ચે શું ચાલી રહ્યું છે ત્યારે હવે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે કપિલ શર્મા શોમાં પોતાના અંગત જીવનને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
યુઝવેન્દ્ર ચહલના અંગત જીવનની ચર્ચા
ક્રિકેટ જગતના સ્ટાર્સ યુઝવેન્દ્ર ચહલ કોમેડિયન કપિલ શર્માના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 3માં મહેમાન તરીકે જોડાયા હતા. કપિલ શર્મા અને તેમની ટીમે ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર, યુઝવેન્દ્ર ચહલ, ઋષભ પંત અને અભિષેક શર્મા સાથે ઘણી મસ્તીભરી વાતો કરી હતી. ત્યારે હવે લોકોનું ધ્યાન યુઝવેન્દ્ર ચહલ અને નવજોત સિંહ સિદ્ધુની રમુજી વાતચીત પર ગયું હતું. જેણે ચહલ અને આરજે માહવાશની ડેટિંગની અફવાઓને ફરીથી વેગ આપ્યો છે.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 3ના એપિસોડમાં IPL જીત વિશે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલને નવજોત સિંહ સિદ્ધુએ ચિડાવ્યો હતો. નવજોત સિંહ સિદ્ધુએ યુઝવેન્દ્ર ચહલને એમ કહીને ચીડવ્યો કે, 'એક નાનું તીર ગંભીરને નુકસાન પહોંચાડી શકે, તે એક મહાન વસ્તુ છે. જ્યાં બધા ભાગી જાય છે ત્યાં ચહલ ત્યાં ઉભો રહે છે. તેના ટીમ બદલવાનો કોઈ સવાલ જ નથી. ચાલો, એક વાર ગર્લફ્રેન્ડ બદલીએ.' સિદ્ધુની આ વાત સાંભળીને તમામ ક્રિકેટર હસવા લાગે છે.
શું યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશનું અફેર?
કપિલ શર્મા સિદ્ધુની વાત સાંભળ્યા બાદ કહે છે કે, 'તમે પણ ઇન્સ્ટાગ્રામ પર પૂરું ધ્યાન આપો છો. તમારા સમયમાં આવુ નહોતું નહીંતર તમે પકડાઈ જાત, ઋષભ પંત પણ ચહલને ચીડવે છે અને કહે છે કે, 'તે મુક્ત છે.' આ સાંભળીને યુઝવેન્દ્ર ચહલ આગળ કહે છે કે, 'ભારતને પહેલેથી જ ખબર પડી ગઈ છે 4 મહિના પહેલા....', ત્યાર બાદ ફરી યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશના અફેરની ચર્ચાઓ તેજ બની છે. લોકો કહી રહ્યા છે કે, યુઝવેન્દ્ર ચહલે આડકતરી રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી છે?