બોલીવુડની બેબો કરીના કપૂરની ગણતરી ટોપ એક્ટ્રેસિસમાં થાય છે. વર્ષ 2000 માં જેપી દત્તાના ડિરેક્શનમાં આવેલી ફિલ્મ રિફ્યુજીથી તેણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર પછી તે અત્યાર સુધીમાં 60 થી વધુ ફિલ્મોનો હિસ્સો રહી છે. તે જ્યારે પણ કોઈ ફિલ્મમાં જોવા મળે છે ત્યારે પોતાની કમાલની એક્ટિંગથી લોકોના દિલ જીતી લે છે. આ જ કારણ છે કે તેણે હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. છેલ્લા 10 વર્ષ 2016 થી 2026 ની વાત કરીએ તો પણ કરીનાની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આજે 21 સપ્ટેમ્બરે કરીનાનો 46મો જન્મદિવસ છે. 

નવી ફિલ્મ દાયરામાં જોવા મળી કરીના

કરીના કપૂર આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ દાયરાને લઈને ચર્ચામાં ચાલી રહી છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 18 સપ્ટેમ્બરે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેની રિલીઝને હજુ માત્ર 3 દિવસ જ થયા છે. આવા સંજોગોમાં કરીનાના છેલ્લા 10 વર્ષના રિપોર્ટ કાર્ડમાં આ ફિલ્મને સામેલ કરવી ઉતાવળ ગણાશે. આ સિવાય કરીના વર્ષ 2016 થી અત્યાર સુધી મોટા પડદા પર 8 ફિલ્મોમાં જોવા મળી છે. ખાસ વાત એ રહી કે 8 માંથી તેની માત્ર 3 ફિલ્મો ફ્લોપ રહી છે. બાકી 5 ફિલ્મો એવરેજ, સેમી હિટ અને હિટ રહી છે.

Kareena Kapoor, Daayra movie (1)

છેલ્લા 10 વર્ષની ફિલ્મોની યાદી

  • સિંઘમ અગેન 2024: એવરેજ
  • ધ બકિંગહામ મર્ડર્સ 2024: ફ્લોપ
  • ક્રૂ 2024: હિટ
  • લાલ સિંહ ચઢ્ઢા 2022: ફ્લોપ
  • અંગ્રેજી મીડિયમ 2020: ફ્લોપ
  • ગુડ ન્યૂઝ 2019: સુપરહિટ
  • વીરે દી વેડિંગ 2018: હિટ
  • કી એન્ડ કા 2016: સેમી હિટ

8 માંથી 5 ફિલ્મો રહી સફળ

દાયરા સિવાય છેલ્લા 10 વર્ષમાં કરીના જે 8 ફિલ્મોમાં જોવા મળી તેમાંથી માત્ર 3 ફિલ્મો ફ્લોપ થઈ. જ્યારે 1 એવરેજ, 1 સેમી હિટ, 2 હિટ અને 1 ફિલ્મને સુપરહિટનું ટેગ મળ્યું.
Kareena Kapoor, Daayra movie (2)

દાયરાની ધીમી શરૂઆત સામે પડકારો

કરીનાએ છેલ્લા 10 વર્ષમાં ભલે ફ્લોપ કરતાં વધુ સફળ ફિલ્મો આપી હોય, પરંતુ તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ દાયરા બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 1 કરોડ સાથે ઓપનિંગ કરી હતી અને બીજા દિવસે પણ માત્ર 1.75 કરોડનું કલેક્શન થયું હતું. આ ફિલ્મે 2 દિવસમાં માત્ર 2.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે આગળ જોવું પડશે કે કમાણીમાં ઉછાળો આવે છે કે ફિલ્મ ફ્લોપ સાબિત થાય છે.

આ પણ વાંચો-South Cinema : 2 વર્ષ જૂની ડિઝાસ્ટર ફિલ્મનું OTT પર ચમક્યું નસીબ, ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે ફેન્ટસી એક્શન મૂવી