બોલીવુડના રોમેન્ટિક કે લવ સોંગ્સના કરોડો લોકો દીવાના છે કારણ કે ઇન્ડસ્ટ્રીએ દિલના દરેક અહેસાસ પર કોઈને કોઈ ધૂન કે ગીત બનાવ્યું છે જેની સાથે સામાન્ય લોકો જોડાઈ શકે છે. આવું જ એક ગીત છે કરીના કપૂરની ફિલ્મનું જે ખૂબ જ મેલોડિયસ છે અને ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેને પરફેક્ટ બનાવવા માટે તેના પર 14 વર્ષ સુધી કામ કરવામાં આવ્યું હતું.

14 વર્ષની મહેનતથી બન્યું દર્દભર્યું સોંગ

કરીના કપૂર અને શાહિદ કપૂરની રોમેન્ટિક ફિલ્મ જબ વી મેટના તમામ ગીતો હિટ રહ્યા હતા પરંતુ આઓગે જબ તુમ સાજના ગીતનું મ્યુઝિકની દુનિયામાં એક અલગ જ સ્થાન છે.

દિલને સ્પર્શતી ધૂન અને મેલોડી

આ ગીત એક સેડ સોંગ છે પરંતુ મ્યુઝિક લવર્સ તેના શબ્દો, ધૂન અને મેલોડીની ઘણી પ્રશંસા કરે છે. તેના શબ્દો સીધા દિલને સ્પર્શે છે અને ધૂન મનને શાંતિ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત કમ્પોઝ કરનારા મ્યુઝિશિયન સંદેશ શાંડિલ્યએ આ ગીતની ધૂનને નિખારવામાં 14 વર્ષ લગાવી દીધા? જે પછી આખરે આ ગીત ફિલ્મમાં સામેલ થઈ શક્યું.

1993 માં તૈયાર થયેલી ધૂન અને ઇમ્તિયાઝ અલીની પસંદ

સંદેશ શાંડિલ્યએ આ ગીતની શરૂઆતની ધૂન મૂળ રીતે 1993 માં બનાવી હતી એટલે કે 2007 ની ફિલ્મ જબ વી મેટમાં સામેલ થવા અને પૂરી રીતે તૈયાર થવા પહેલાં આ ધૂન લગભગ 14 વર્ષ સુધી તેમની પાસે રહી. પાછળથી ઇમ્તિયાઝ અલીને આ ધૂન ખૂબ પસંદ આવી અને તેમણે શાંડિલ્યને પોતાની 2007 ની રોમેન્ટિક કોમેડી જબ વી મેટ માટે આ ગીત પૂરું કરવા માટે કહ્યું.

ઉસ્તાદ રાશિદ ખાન પાસે ગવડાવવાની જીદ

શાંડિલ્યનું માનવું હતું કે આ ગીત ફક્ત એક શ્રેષ્ઠ ક્લાસિકલ સિંગર જ ગાઈ શકે છે, જેમણે લાંબા સમય સુધી ઊંડો રિયાઝ કર્યો હોય. શરૂઆતની અસમંજસ અને બજેટની અછત હોવા છતાં, શાંડિલ્યની વિનંતી પર ઉસ્તાદ રાશિદ ખાન માની ગયા તેમણે મુંબઈમાં રિહર્સલ કર્યું અને કોલકાતામાં આ ટ્રેક રેકોર્ડ કર્યો. આ ગીત કરીના કપૂર અને શાહિદ કપૂર પર ફિલ્માવવામાં આવ્યું હતું. તેના શબ્દો ફૈઝ અનવરે લખ્યા અને ઉસ્તાદ રાશિદ ખાને તેને અવાજ આપ્યો. આ ગીત બોલીવુડના સૌથી આઈકોનિક ગીતોમાંથી એક છે અને વર્ષો પછી પણ મ્યુઝિક લવર્સની પ્લેલિસ્ટનો ભાગ છે.

આ પણ વાંચો-TV Serial : તુલસી-મિહિરની સફરનો અંત, 15 મહિના બાદ બંધ થયો શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી!