ટીવી ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં વધુ એક ઐતિહાસિક પ્રકરણ 20 ઓક્ટોબરના રોજ પૂરું થઈ ગયું. એકતા કપૂરનો સૌથી લોકપ્રિય અને આઈકોનિક ફેમિલી ડ્રામા શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2 ઓફ એર થઈ ગયો છે. આ પ્રસંગે શોના પ્રોડ્યુસર એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે. એકતાએ કહ્યું કે આ એ જ શો છે, જેણે તેમને આજે આ મુકામ પર પહોંચાડ્યા છે.

એકતા કપૂરની ઈમોશનલ વિદાય

શોના છેલ્લા એપિસોડના ઓન એર થતાં પહેલાં એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય સાથે શોની ઘણી સુંદર પળો બતાવવામાં આવી છે. વીડિયો સાથે એકતાએ કેપ્શનમાં લખ્યું, ક્યોંકિનો આજે છેલ્લો એપિસોડ! કેટલીક વિદાય ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ મારા દિલમાં ક્યોંકિ માટે હંમેશા પ્રેમ રહેશે. તેમણે આગળ લખ્યું કે આ શોએ તેમની જિંદગી પર ઊંડી છાપ છોડી છે અને તેના લીધે જ તેઓ આજે આ મુકામ પર છે.
https://www.instagram.com/reel/DeDx5pVDz8q/?utm_source=ig_web_copy_link&dlrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

450 એપિસોડની સફર

શરૂઆતમાં આ સિક્વલ માટે જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, તેણે પોતાની લોકપ્રિયતાના દમ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા. એકતાએ ખુલાસો કર્યો કે આ શો મૂળ રીતે ફક્ત 167 એપિસોડ માટે પ્લાન કરાયો હતો, પરંતુ દર્શકોના ભરપૂર પ્રેમ અને જબરદસ્ત પોપ્યુલારિટીના કારણે તેને આગળ વધારવામાં આવ્યો અને છેવટે આ શોએ પોતાના 450 એપિસોડની સફર સફળતાપૂર્વક પૂરી કરી લીધી.
https://www.instagram.com/reel/Detk-I3KL6h/?utm_source=ig_web_copy_link&rpxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયનું દમદાર કમબેક

જો આ આઈકોનિક ફ્રેન્ચાઈઝીના ઇતિહાસ પર નજર કરીએ તો, એકતા કપૂર દ્વારા નિર્મિત ઓરિજિનલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી શોની શરૂઆત 3 જુલાઈ 2000 ના રોજ થઈ હતી. તેણે 6 નવેમ્બર 2008 સુધી કુલ 1833 એપિસોડ સાથે ટીવી પર રાજ કર્યું હતું. તેના બરાબર લગભગ 17 વર્ષ પછી 29 જુલાઈ 2025 ના રોજ તેની સિક્વલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2 શરૂ થઈ, જેમાં ફેન્સની માનીતી જોડી સ્મૃતિ ઈરાની તુલસી અને અમર ઉપાધ્યાય મિહિર વિરાણી તરીકે ફરી એકવાર પાછા ફરીને જૂની યાદો તાજી કરી દીધી.

સોનેરી યુગનો ફરી એકવાર અંત આવ્યો

માત્ર 167 એપિસોડની નાની સફર તરીકે શરૂ થયેલી આ સિક્વલ દર્શકોના દિલ પર છવાઈ ગઈ અને જોતજોતામાં તેણે પોતાના 15 મહિનાના સફળ સમયગાળામાં 450 એપિસોડનો આંકડો પાર કરી લીધો. 20 ઓક્ટોબરની રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ અને જિયો હોટસ્ટાર પર તેના છેલ્લા એપિસોડ સાથે જ આ સોનેરી યુગનો ફરી એકવાર અંત આવ્યો.

આ પણ વાંચો-Tiger Shroff Net Worth : એક્ટિંગ સિવાય આ 4 બિઝનેસથી કરોડોની કમાણી કરે છે ટાઇગર શ્રોફ!