કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુના સમાચાર બહાર આવ્યા છે ત્યારથી અભિનેત્રીનું અંગત જીવન ખૂબ ચર્ચામાં છે. કરિશ્માના અભિષેક બચ્ચન સાથેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કરિશ્મા અને અભિષેક એક સમયે લગ્ન કરવાના હતા પરંતુ અચાનક જ તેમની સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર બાદ બંને અલગ થઈ ગયા હતા. કરિશ્મા જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવું મુશ્કેલ હતું.
કરિશ્મા અને અભિષેકે 2002માં સગાઈ કરી હતી અને બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બચ્ચન પરિવાર પણ કરિશ્માને પોતાની પુત્રવધૂ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો પરંતુ સગાઈ બાદ બંનેએ પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો. સગાઈ તૂટ્યાના થોડા સમય સુધી કરિશ્માએ સુભાષ ઝા સાથે આ પરિસ્થિતિ વિશે વાત કરી હતી.













