સલમાન ખાન કપિલ શર્મા શોમાં પહોંચી ગયો છે અને તે આમિર ખાન, પૂર્વ ભાભી, પોતાની બિમારીઓ અને અંગત જીવન લઈ એક પછી એક ખુલાસાઓ કરતો જોવા મળ્યો હતો. કપિલ શર્માએ 59 વર્ષીય સલમાન ખાન સાથે લગ્નના વિષય પર વાત કરી હતી અને કહ્યું હતું કે, 'શું તેમના જીવનમાં કોઈ છોકરી છે?' તેના પર અભિનેતાએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
શું સલમાનના જીવનમાં કોઈ છોકરી છે?'
કપિલ શર્માએ શરૂઆતની વાતચીતમાં સલમાનને વર્ષોથી પૂછવામાં આવતો સવાલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, શું તેમના જીવનમાં કોઈ છોકરી છે?' તેનો જવાબ અભિનેતાએ રમૂજી અંદાજમાં આપ્યો હતો. સલમાન ખાને કહ્યું કે, કે હાલમાં તેના જીવનમાં કોઈ નથી અને સાચું કહું તો લગ્ન પછી થનારા ઝઘડા અને સમાધાનો સહન કરવાની તેની પાસે હવે ધીરજ નથી.
લગ્ન અને છૂટાછેડા મુશ્કેલ: સલમાન ખાન
59 વર્ષના સલમાન ખાને લગ્ન અંગે કહ્યું કે, તેણે જે કંઈ કમાયું છે તે તેણે ખૂબ જ મહેનત કરી છે. તે નથી ઈચ્છતો કે કોઈ તેનો અડધો ભાગ છીનવી લે કારણ કે તે મહેનતનું પુનરાવર્તન કરવું ખૂબ મુશ્કેલ હશે. મતબલ અભિનેતાનો કહેવું છે કે, આટલા વર્ષોથી સખત મહેનત કરી છે અને હવે લગ્ન અને છૂટાછેડા ભાવનાત્મક અને આર્થિક રીતે મુશ્કેલ હોઈ શકે છે અને ફરીથી શરૂઆત કરવી સરળ નથી.
સલમાન ખાને અમિરના લગ્ન અંગે કહી આ વાત
કપિલ શર્માએ સલમાન ખાનને પૂછ્યું કે શું તેના જીવનમાં કોઈ 'ગૌરી' છે? આ સવાલનો જવાબ આપવાને બદલે સલમાન ખાન વાતચીતમાં આમિર ખાનને લઈ આવ્યો હતો. તેણે પોતાના રમુજી અંદાજમાં કહ્યું હતું કે, 'આમિરની વાત કંઈક અલગ છે, તે એક અદ્ભુત વ્યક્તિ છે અને એક પરફેક્શનિસ્ટ પણ છે. જ્યાં સુધી લગ્ન પરફેક્ટ ન થાય ત્યાં સુધી તેઓ કરતા રહેશે. મને લાગે છે આ વખતે તેમના લગ્ન પરફેક્ટ રીતે થશે. સલમાન ખાનની વાત સાંભળીને હાસ્યનું મોજું ફરી વળે છે.