આમીરખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' શુક્રવારે રિલીઝ થઈ ગઈ. આમીરની આ ફિલ્મથી અક્ષયકુમારની હાઉસફુલ-5ની કમાણી પર બ્રેક વાગી છે. 'સિતારે જમીન પર' ફિલ્મના રિલીઝ પહેલા મુંબઈમાં સ્ક્રિનીંગ રાખવામાં આવ્યું હતું. જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. ફિલ્મના સ્ક્રીનીંગના વીડિયો સામે આવ્યા હતા. જેમાં ત્રણેય ખાન વચ્ચેના મતભેદો દૂર થયાનું સામે આવ્યું.


સલમાનનાખાનના ફેન થયા ગુસ્સે

મુંબઈમાં રાખવામાં આવેલ 'સિતારે જમીન પર'ના સ્ક્રિનીંગમાં સલમાનખાનની સિક્યોરિટીમાં ચૂક જોવા મળી હતી. કારણ કે જ્યારે દંબગ ખાન ફિલ્મના સ્ક્રિનીંગમાં હાજરી આપવા જતો હતો ત્યારે સલમાનની સિકયોરિટી આમીરખાનના પુત્રને ઓળખી શકી નહી. જ્યારે આમીરનો પુત્ર સલમાનને મળવા ગયો ત્યારે અભિનેતાની સિક્યોરિટીએ તેને રોકયો હતો. સલમાનના બોડીગાર્ડના આ વીડિયો વાયરલ થતા તેની સુરક્ષાને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ વીડિયો વાયરલ થતા સલમાનના ફેન્સ ગુસ્સે થયા છે.

ફિલ્મના સ્ક્રિનીંગમાં સલમાનના બોડીગાર્ડ થયા ગુસ્સે

સલમાનની સિક્યોરિટીના ચૂકના મામલમાં વાસ્તવમાં ફિલ્મ 'સિતારે જમીન પર' પરના સ્ક્રિનીંગમાં બોલીવુડના અનેક કલાકારોએ હાજરી આપી હતી. દરમિયાન જ્યારે સલમાન ખાન સ્ક્રિનીંગમાં હાજરી આપવા પહોંચે છે ત્યારે આમીરખાન તેને રિસીવ કરવા માટે પોતાના પુત્ર જૂનૈદને મોકલે છે. અને ત્યારે સલમાનની સિકયોરિટી તેમને હટાવવાનો પ્રયતન્ કરે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી સલમાનખાનને ગેંગસ્ટેર લોરેન્સ બિશ્વનોઈ તરફથી ધમકીઓ મળી રહી છે. અભિનેતાના ઘર પર બે વખત અજાણ્યા લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. આ બનાવ બાદ અભિનેતા સુરક્ષા વધારવામાં આવી છે. 

  • Follow us on: