બાલિકા વધુ સીરીયલમાં આનંદી તરીકે લોકપ્રિય બનેલ અવિકા ગોરે બોયફ્રેન્ડ સાથે ગુપચુપ રીતે સગાઈ કરી. અવિકા ગોરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈના ફોટો શેર કરી આ ખુશીના સમાચાર આપ્યા. અવિકાએ સગાઈની તસવીર શેર કરતા જાસ્મીન ભસીન અને અનુપ સોની સહિતના ઇન્ડસ્ટ્રીના કલાકારો તરફથી તેને અભિનંદનની વર્ષા થઈ રહી છે. જણાવી દઈએ કે અભિનેત્રી અવિકા ગોરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી છે.  અભિનેત્રી છેલ્લા ઘણા વર્ષોથી મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી હતી અને આજે તેમણે આ દોસ્તીના સંબંધને નામ આપ્યું છે.


અભિનેત્રી અવિકા ગોરે ફેન્સને આપ્યું સરપાઈઝ

આનંદી ઉર્ફે અભિનેત્રી અવિકા ગોરે પોતાના ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. અભિનેત્રી તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સગાઈની તસવીરના ફોટો શેર કર્યા છે. સગાઈના ફોટા સામે આવ્યા તેમાં અવિકા ગોરે આછા ગુલાબી રંગની પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેને સ્લીવલેસ બ્લાઉઝ સાથે જોડી હતી. તેણે મેચિંગ જ્વેલરી અને ખુલ્લા વાળથી પોતાનો લુક પૂર્ણ કર્યો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ

મિલિંદ ચંદવાની પણ વાદળી કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. મિલિંદ શેરવાનીના પોશાકમાં ખુભ સુંદર લાગતો હતો. અને બીજા ફોટામાં અભિનેત્રી ભાવિ પાર્ટનરને કિસ કરતી જોવા મળી હતી. રહી હતી. અવિકાની સગાઈની સામે આવલ તસવીર પર ચાહકોએ પ્રેમ વરસાવતા અભિનંદન પાઠવ્યા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ અવિકાએ બોયફ્રેન્ડ મિલિંદ સાથે સગાઈ કરી જેની અનેક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમની સગાઈની તસવીરો જોઈને ચાહકો પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

'બાલિકા વધૂ'ની આનંદી તરીકે લોકપ્રિય

જણાવી દઈએ કે વર્ષો પહેલા ટેલીવિઝન પર આવતા ટીવી શો 'બાલિકા વધૂ'માં છોટી આનંદી તરીકે અવિકા ગોરે અભિનય કર્યો હતો. એ સમયમાં આ સિરીયલ બહુ લોકપ્રિય બની હતી. ખાસ કરીને લોકોને નાની આનંદીનું પાત્ર વધુ પસંદ આવ્યું હતું. નાની આનંદ તરીકે અવિકા ગોર અને તેના બાદ પ્રત્યુષા બેનર્જી અને તોરલ રાસપુત્રાએ આનંદીનું પાત્ર ભજવ્યું હતું.

  • Follow us on: