વિક્રાંત મેસીની પહેલી ફિલ્મોમાં તેનું પરર્ફોમન્સ શાનદાર રહ્યું હતુ. તેની 12વીં ફેલ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. તેની ફિલ્મો ફેન્સને પણ પસંદ આવી રહી છે. હવે એકટરની નવી ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી શનાયા કપૂર બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.


આંખો કી ગુસ્તાખિયાંનું ટીઝર થયું રિલીઝ

થોડા સમય પહેલા જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં વિક્રાંત મેસી અને શનાયા કપૂરની કેમિસ્ટ્રી શાનદાર જોવા મળી રહી છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરની શરૂઆતમાં વિક્રાંત અને શનાયાના કિરદાર જણાવામાં આવે છે. પછી ટીઝરમાં એવું બતાવામાં આવે છે વિક્રાંતે કાળા ચશ્મા પહેર્યા છે અને શનાયાએ આંખોમાં લાલ પટ્ટી બાંધી છે.

આ દરમિયાન સ્ટોરીનો હિંટ પણ આપવામાં આવે છે. ટીઝરમાં શનાયા વિક્રાંતને જોઈ નથી શકતી. તેમજ વિક્રાંત શનાયાની આંખોમાં જોઈ નથી શકતો. આ બંનેની લવ સ્ટોરી એક રીતે આંખ મિચોલી રમતી હોય તેવું લાગી રહ્યું છે. ટીઝરના અંતમાં વિક્રાંત શનાયાને કહે છે કે શનાયાના કેસમાં પ્રેમ આંધળો હશે અવું કહેવું યોગ્ય છે?


શનાયાના ડેબ્યૂથી પિતા થયા ઈમોશનલ

શનાયાની ફિલ્મનું ટીઝર તેના પિતા સંજય કપૂરે ઈનસ્ટાગ્રામ પર શેર કર્યું હતું. અને શનાયા માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી. સંજય કપૂરે કહ્યું કે આ પળ મારા માટે ખૂબ જ ખાસ છે.


શનાયાની ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં ફિલ્મનું ટીઝર શેર કરતા કહ્યું કે આ મારી લાઈફનો યાદગાર પળ છે અને હું આજે ભાવુક છું. પ્રેમ, ઉમ્મીદ અને થોડી ગુસ્તાખિયોથી ભરી આ ફિલ્મ થિયેટરમાં આવવા માટે તૈયાર છે. શનાયા અને વિક્રાંતની ફિલ્મ સંતોષ સિંહે ડાયરેક્ટ કરી છે. તે ફિલ્મમાં મ્યૂઝિક વિશાલ મિશ્રાએ આપ્યું છે. શનાયા અને વિક્રાંતની આ ફિલ્મ 11 જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થશે.


  • Follow us on: