કલર્સ ટીવીનો એક નવો રિયાલિટી શો હાલ ચર્ચામાં છે, તે શોનું નામ પતિ પત્ની અને પંગા છે. આ શો માટે મેકર્સ ઘણા બધા ટીવી સ્ટારને એપ્રોચ કરી રહ્યા છે. લેટેસ્ટ અપડેટ એ છે કે દેવોલીના ભટ્ટાચાર્જીને પણ એપ્રોચ કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની અને પંગા ટૂંક સમયમાં કલર્સ પર આવવાનું છે. અને આ શો લાફ્ટર શેફની જગ્યા લેવાનું છે. તેમજ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને પણ આ શો ની ઓફર મળી છે પરંતુ રિપોર્ટ મુજબ તેઓએ આ ઓફર નકારી દીધી છે.
પતિ સાથે જોવા મળશે શોમાં
એક રિપોર્ટ મુજબ ટીવીની ગોપી બહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી અને તેનો પતિ શાહનવાજ શેખને પણ પતિ પત્ની અને પંગા માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. પરંતુ કપલ તરફ થી કોઈ રિએક્શન આવ્યું નથી.
શું છે શોનો કોન્સેપ્ટ
રિપોર્ટ મુજબ પતિ પત્ની અને પંગા એક રિયાલિટી શો હશે જેમા ટીવીના પોપ્પયુલર અને રિયલ લાઈફના કપલ જોવા મળશે. આ શોમાં કપલના વચ્ચેની કેમિસ્ટ્રી અને બોન્ડિંગની પરીક્ષા લેવામાં આવશે. આ શોમાં કપલનો સંબંધ કેટલો મજબૂત છે તે ચકાસવામાં આવશે. પહેલા આ શોનું નામ શોલા શબનમ રાખવામાં આવ્યું હતું.
આ સ્ટાર કપલ મળશે જોવા
પતિ પત્ની પંગામાં ભારતી સિંહે ભલે ના પાડી દીધી હોય પરંતુ બીજા ઘણા સ્ટાર કપલ આ શોમાં જોવા મળશે. આ શો માં અંકિતા લોખંડે અને વિક્કી જૈન. તેમજ હિના ખાન અને રોકી જયસ્વાલ, અલી ગોની અને જાસ્મીન ભસીન, સુદેશ લહેરી અને તેની પત્ની, અવિકા ગૌર અને મિલિંદ ચંદવાની જોવા મળશે.