સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 18 દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. તાજેતરના એપિસોડમાં દિલ્હીના અમન શર્મા હોટસીટ પર પહોંચ્યા હતા. અમને અમેરિકાની આઇવી લીગ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે બિગ બીના એક પછી એક સવાલોના સાચા જવાબ આપીને દમદાર ગેમ રમી હતી. જોકે, 25 લાખ રૂપિયાના સવાલ પર તેઓ અટકી ગયા હતા. ખાસ વાત એ હતી કે આ સવાલ રામાયણ સાથે જોડાયેલો હતો.
25 લાખ રૂપિયા જીતવાથી ચૂકી ગયો અમન?
અમન આ સવાલનો સાચો જવાબ આપી શક્યા નહીં અને તેમણે ગેમ છોડવાનો નિર્ણય લીધો. તેઓ 12.5 લાખ રૂપિયા લઈને ઘરે પરત ફર્યા. આખરે એવો કયો સવાલ હતો, જેના સાચા જવાબની ખબર ન હોવાથી અમન 25 લાખ રૂપિયા જીતવાથી ચૂકી ગયા? શું તમને આ સવાલનો જવાબ ખબર છે?
https://www.instagram.com/reel/DdqdeCsjx78/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
