કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કિયારાએ ફોટો શેર કરીને પોતાની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. પહેલી પ્રેગ્નેન્સીની જેમ જ કિયારા અડવાણીએ બીજી પ્રેગ્નેન્સીની પણ જાહેરાત કરી છે. શેર કરેલી તસવીરમાં કિયારા અને સિદ્ધાર્થ સાથે તેમની દીકરી સરાયાહ મલ્હોત્રાનો નાનકડો હાથ પણ જોવા મળી રહ્યો છે. આ ક્યૂટ પોસ્ટ પર દરેક વ્યક્તિ પ્રેમ વરસાવી રહી છે. સોશિયલ મીડિયા પર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. બીજી તરફ આ જોડીની પોસ્ટ પર ફેન્સની સાથે સાથે બોલીવુડ સેલેબ્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે.

શેર કરી ક્યૂટ પોસ્ટ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની પોસ્ટમાં હાથમાં નાના-નાના મોજાં પકડેલા છે. તેમના હાથની સાથે તેમની દીકરી સરાયાહનો હાથ પણ દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પહેલી પ્રેગ્નેન્સી વખતે પણ આ જોડીએ આ જ રીતે જાહેરાત કરી હતી. હવે બીજી પ્રેગ્નેન્સી વખતે પણ આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતાં કપલે કેપ્શનમાં લખ્યું છે કે, અમને ફરી એક વાર સૌથી મોટી ભેટ મળી છે. અમારું દિલ પ્રેમ અને આભારની લાગણીથી ભરેલું છે.
https://www.instagram.com/p/DeLjG5No1wI/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપી હતી હિન્ટ

સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં જ બિગ બોસ 20માં પોતાની લેટેસ્ટ ફિલ્મ ધ વનનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે કિયારા અડવાણીની બીજી પ્રેગ્નેન્સી તરફ ઈશારો પણ કર્યો હતો. જોકે તે સમયે એક્ટરે સ્પષ્ટ શબ્દોમાં આ ખુશી જાહેર કરી નહોતી. તે પછીથી જ કિયારા અડવાણી પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચાઓ પણ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ હતી. હવે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કિયારા અડવાણીએ ખુશખબર આપી દીધી છે. ફેન્સ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો-Bollywood : રકુલ પ્રીત સિંહના ઘરે IT રેડ? અફવાઓ ફગાવી એક્ટ્રેસે કહ્યું- 'હું 20 વર્ષની ઉંમરથી ભરું છું પૂરો ટેક્સ!'