2026માં કોલીવુડમાં ઘણા મોટા-મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ. રજનીકાંત જેલર 2થી બોક્સ ઓફિસ પર લીડ કરી રહ્યા છે. તેમના પછી સૂર્યા, વિજય, ધનુષ જેવા સ્ટાર્સ છે. આ લિસ્ટમાં રજનીકાંત નંબર વન પર છે. તેમની ફિલ્મ જેલર 2 એ દુનિયાભરમાં 836 કરોડ કમાયા. તમિલ ભાષામાં ફિલ્મે 328.86 કરોડનું કલેક્શન કર્યું.

બીજા નંબર પર સૂર્યા

બીજા નંબર પર સૂર્યા છે. તેમની 2026માં અત્યાર સુધી 3 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ કરુપ્પુ, વિશ્વનાથ એન્ડ સન્સ અને સીન. ત્રણેય ફિલ્મોએ મળીને 784.73 કરોડનું કલેક્શન કર્યું. જ્યારે તમિલમાં સૂર્યાની ત્રણેય ફિલ્મોએ 358.82 કરોડ કમાયા.


તમિલમાં કમાણીની બાબતમાં સૂર્યા રજનીકાંતથી આગળ છે. જોકે, રજનીકાંતની માત્ર 1 ફિલ્મનું કલેક્શન છે અને સૂર્યાની 3 ફિલ્મોનું મળીને ત્રીજા નંબર પર વિજય છે. તેમની ફિલ્મ જન નાયકન એ 324.97 કરોડનું કલેક્શન કર્યું. તમિલમાં તેમની ફિલ્મે 172.64 કરોડ કમાયા.


ચોથા નંબર પર ધનુષ છે. ધનુષની 2 ફિલ્મો રિલીઝ થઈ, કારા અને ઓમ. ઓમ અત્યારે થિયેટરમાં ચાલી રહી છે. બંને ફિલ્મોએ અત્યાર સુધી 147.18 કરોડનું કલેક્શન કર્યું. તમિલમાં ફિલ્મોએ 71.52 કરોડ કમાયા. પાંચમા નંબર પર સૂરી છે. તેમની ફિલ્મ મંદાદીએ 136.83 કરોડની કમાણી કરી. તમિલ ભાષામાં ફિલ્મે 86.89 કરોડ કમાયા.


ટોપ 10માં સામેલ આ ફિલ્મો

  • છઠ્ઠા નંબર પર લોકેશ કનગરાજ છે. તેમની ફિલ્મ ડીસી રિલીઝ થઈ. આ ફિલ્મે 106.64 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું. તમિલ ભાષામાં ફિલ્મે 48.70 કરોડ કમાયા.
  • સાતમા નંબર પર શિવાકાર્તિકેયન છે. તેમની ફિલ્મ પરાશક્તિ એ 85.10 કરોડ કમાયા. તમિલ ભાષામાં ફિલ્મે 52.50 કરોડનું કલેક્શન કર્યું.
  • આઠમા નંબર પર રાધિકા શરતકુમાર છે. તેમની ફિલ્મ થાઈ કિઝાવીએ 82.02 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે તમિલ ભાષામાં 62.62 કરોડ કમાયા.
  • નવમા નંબર પર અર્જુન સરજા છે. તેમની ફિલ્મ બ્લાસ્ટ રિલીઝ થઈ. આ ફિલ્મે 75.38 કરોડની કમાણી કરી. તમિલ ભાષામાં ફિલ્મે 46.95 કરોડ કમાયા. દસમા નંબર પર Ken Karunas છે. તેમની ફિલ્મ યૂથ રિલીઝ થઈ અને આ ફિલ્મે 71.73 કરોડ કમાયા. ફિલ્મે તમિલમાં 48.72 કરોડનો બિઝનેસ કર્યો.

આ પણ વાંચો-Celebrity Wedding : સની દેઓલના પુત્ર રાજવીર સાથે થઈ રહ્યા છે સચિન તેંડુલકરની પુત્રી સારાના લગ્ન?