બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની રક્ષાબંધનની જાહેરાતને લઈને વિવાદ થયો હતો. કૃતિ પોતાની તાજેતરની રક્ષાબંધનની જાહેરાતમાં ભાઈ બનેલા વ્યક્તિને ટૂંકાં કપડાં પહેરીને રાખડી બાંધતી જોવા મળી હતી. આ બાબતે લોકોએ તેમને ખૂબ ટ્રોલ કરી હતી. હવે આ મામલે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કૃતિને સલાહ આપી કે કપડાની પસંદગી જગ્યા અને પ્રસંગ પ્રમાણે હોવી જોઈએ. આવો જાણીએ કે કૃતિની રાખડીની જાહેરાત પર મધુ ચોપરાએ શું કહ્યું છે.

એક મર્યાદામાં રહીને જ કરો-મધુ ચોપરા 

પ્રિયંકા ચોપરાની જેમ તેમની માતા મધુ ચોપરા પણ દરેક મુદ્દા પર ખુલ્લેઆમ બોલવા અને પોતાની સ્પષ્ટ વાત રાખવા માટે જાણીતી છે. તાજેતરમાં તેઓ મુંબઈમાં યોજાયેલા વુમન બિલ્ડિંગ સિનેમા ટુગેધર કાર્યક્રમમાં સામેલ થઈ હતી. આ દરમિયાન મીડિયાએ તેમને કૃતિ સેનનની રક્ષાબંધનની જાહેરાતને લઈને ચાલી રહેલા વિવાદ વિશે સવાલ કર્યો હતો.

https://x.com/choga_don/status/2093046390465458659

મધુ ચોપરાએ આ વિવાદ અંગે કહ્યું, એક મર્યાદામાં રહીને જ કરો. માય બોડી, માય ચોઈસ કહેવું સારી વાત છે, પરંતુ એ મર્યાદા ચોક્કસ રાખો. ગૌરવ અને અન્ય લોકોના મૂલ્યોનું સન્માન કરવું જરૂરી છે. આ બધું એવી જગ્યાએ કરી શકાય જ્યાં આ સામાન્ય હોય. પરંતુ અહીં આ સામાન્ય નથી. આ વાત કહેવા બદલ મને અફસોસ છે.

આપણા બાળકો પણ આવા કપડા પહેરે છે

પોતાની વાત આગળ વધારતાં પ્રિયંકા ચોપરાની માતાએ કહ્યું, આપણા બાળકો પણ આવા કપડા પહેરે છે. કામ માટે પહેરે છે, શોખ માટે પહેરે છે. પરંતુ મારા મતે તે એટલા માટે સ્વીકારવામાં આવે છે કારણ કે એ જગ્યાનું વાતાવરણ પણ એવું જ હોય છે.

વિવાદ બાદ કૃતિની જાહેરાત હટાવી દેવાઈ

કૃતિ સેનને પોતાની જાહેરાતમાં સફેદ બ્રાલેટ સ્ટાઇલનો બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યાં હતાં. તેમણે જાહેરાતમાં એક કૂતરાને પણ રાખડી બાંધી હતી અને પૂજાની થાળી પણ જોવા મળી નહોતી. આ બાબતોને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો હતો. મામલો વધતાં જ્વેલરી બ્રાન્ડ GIVAએ તે જાહેરાત હટાવવાનો નિર્ણય લીધો હતો. બ્રાન્ડે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.

આ પણ વાંચો-Toxicનો જબરદસ્ત દબદબો! બની બીજી સૌથી મોટી A રેટેડ ઓપનર ફિલ્મ, પ્રભાસની Salaarનો રેકોર્ડ કર્યો ચકનાચૂર!