લાલો: કૃષ્ણ સદા સહાયતે એક મોટી બ્લોકબસ્ટર અને ઈમોશનલ ગુજરાતી ફિલ્મ છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને એક સામાન્ય વ્યક્તિની અતૂટ શ્રદ્ધા પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. તે 100 કરોડથી વધુ કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. હવે ફિલ્મના તેલુગુ રિમેકની તૈયારીઓ ચાલી રહી છે અને ચર્ચા છે કે તેમાં ભગવાન કૃષ્ણનું પાત્ર વિજય દેવરકોંડા ભજવી શકે છે.

રામ ચરણ બાદ વિજયનું નામ ચર્ચામાં

અગાઉ એવી ચર્ચા હતી કે લાલોના તેલુગુ રિમેકમાં ભગવાન કૃષ્ણનું પાત્ર રામ ચરણ ભજવી શકે છે. જોકે હવે તેલુગુ 360 ડોટ કોમના અહેવાલ મુજબ વિજય દેવરકોંડાનું નામ સામે આવી રહ્યું છે. તેલુગુ સિનેમાના પ્રોડ્યુસર દિલ રાજુએ ફિલ્મના તેલુગુ રિમેક રાઇટ્સ ખરીદી લીધા છે.

શું છે લાલોની કહાની?

અંકિત સખિયાના ડાયરેક્શનમાં બનેલી લાલો: કૃષ્ણ સદા સહાયતે એક એવા વ્યક્તિની કહાની છે, જે મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. તેને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને ત્યારબાદ તે આત્મખોજની સફર પર નીકળી પડે છે. ઓરિજનલ ફિલ્મમાં ભગવાન કૃષ્ણનું પાત્ર શ્રુહદ ગોસ્વામીએ ભજવ્યું હતું. હવે તેલુગુ વર્ઝનમાં આ પાત્ર વિજય દેવરકોંડાને મળવાની ચર્ચા છે.
https://www.instagram.com/p/DS8MkslCLL_/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

વિજય માટે એકદમ અલગ પ્રોજેક્ટ

ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવવું વિજય દેવરકોંડા માટે તેમની તાજેતરની કમર્શિયલ ફિલ્મોથી એકદમ અલગ અનુભવ બની શકે છે. આ પાત્ર માટે અલગ દૃષ્ટિકોણ અને રજૂઆતની જરૂર પડશે. જોકે તેલુગુ વર્ઝનના ડાયરેક્ટરના નામની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. લાલોનું મુખ્ય પાત્ર કોણ ભજવશે તેની પણ માહિતી સામે આવી નથી.

તેલુગુ દર્શકોને પસંદ આવી શકે છે ફિલ્મ

લાલોની કહાની તેલુગુ દર્શકોની પસંદ સાથે પણ ઘણી હદ સુધી મેળ ખાય છે. આ જ કારણસર દિલ રાજુએ ફિલ્મના રિમેક રાઇટ્સ ઝડપથી ખરીદી લીધા હોવાનું કહેવાય છે. અગાઉ કાર્તિકેય 2 અને હનુમાન જેવી ફિલ્મોને પણ તેલુગુ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
https://www.instagram.com/reel/DTmy0oTCcKR/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

રશ્મિકા સાથે નવી ફિલ્મમાં જોવા મળશે વિજય

વિજય દેવરકોંડા ટૂંક સમયમાં એક હિસ્ટોરિકલ પીરિયડ એક્શન-ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રશ્મિકા મંદાના પણ છે. ફિલ્મ 16 ઓક્ટોબર 2026ના રોજ દશેરાના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો-મુસ્લિમ યુવક ચપ્પલ ઉતારીને થિયેટરમાં જોઈ રહ્યો હતો Hanuman Ansh, લોકોએ કહ્યું- 'આ છે રાજકારણ વગરનું ભારત'