હાલમાં સિનેમાઘરો બોલીવુડથી લઈને સાઉથ સુધીની અનેક મોટી ફિલ્મોથી ભરેલા છે, પરંતુ એક ગુજરાતી ફિલ્મ, લાલો કૃષ્ણ સદા સહાયતે, તે બધાને પાછળ છોડી રહી છે. હક, થામા, એક દીવાને કી દીવાનીયાત, અને બાહુબલી ધ એપિક એ લાખોની કમાણી કરી હતી, જ્યારે એક મહિના જૂની લાલો કૃષ્ણ સદા સહાયતે કરોડોની કમાણી કરીને વિજયી બની હતી.


રિલીઝના દિવસે 0 શો હતા અને મહિના પછી 1800 શો થયા

આ ફિલ્મ એક મહિના પહેલા એટલે કે દિવાળીના સમયે રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મનો ચમત્કાર હવે જોવા મળી રહ્યો છે કારણ કે, આ ફિલ્મ અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને તેના શો અત્યાર હાલ પણ હાઉસફૂલ છે. તેમજ દર્શકો આ ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. પરિવાર સાથે દરેક લોકો ફિલ્મ જોઈ રહ્યા છે તેમજ આ ફિલ્મની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે, દેરક ફેન્સનું કહેવું એમ છે આ ફિલ્મ એક-વાર તો જોવી જ જોઈએ.

50 કરોડનું કર્યું ક્લેક્શન

લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી, ત્યારે તેની ગુજરાતની બહાર બહુ ચર્ચા થઈ ન હતી. જોકે, તેણે હવે થિયેટરોમાં 38 દિવસ પૂર્ણ કર્યા છે અને કમાણી કરવાનું ચાલુ રાખ્યું છે. તે ભવિષ્યમાં ગુજરાતી સિનેમા માટે એક નવું પરિમાણ ગણાતી ફિલ્મોની યાદીમાં જોડાઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મને બનાવવામાં 50 લાખનો ખર્ચ થયો હતો અને હવે આ ફિલ્મે તેના ખર્ચા કરતા પણ વધારે એટલે અધધધ... બોક્સ ઓફિસ પર ક્લેક્શન કર્યું છે, આ ફિલ્મે 50 કરોડનું ક્લેક્શન કર્યું છે. 

ફિલ્મની સ્ટોરી

આ ભક્તિમય ફિલ્મનું દિગ્દર્શન અંકિત સખિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કરણ જોશી, રીવા રાચ્છ અને શ્રુહદ ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં છે. સ્ટોરી એક રિક્ષાચાલકની આસપાસ ફરે છે જે ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે અને તેના ભૂતકાળ વિશેના ભયાનક સત્યોનો સામનો કરવા મજબૂર થાય છે. આ સમય દરમિયાન, તેને ભગવાન કૃષ્ણનું દર્શન થાય છે, જે તેનું આખું જીવન બદલી નાખે છે.

ફિલ્મનું શીર્ષક

કર્મમાં જે લખ્યું હોય તે ભોગવવું જ પડે. મનપસંદ દરેક વસ્તુ મળે છે, પરંતુ તે યોગ્ય સમયે જ મળે છે. તેથી ક્યારેય મોહ, ઈર્ષા કે લાલચ ન કરવી. ભગવાન પર વિશ્વાસ રાખો અને સારા કર્મો કરતા રહો, કારણ કે યોગ્ય સમય આવ્યા વગર કોઈ વસ્તુ મળતી નથી પણ જે મળે છે, તે તમારા માટે બેસ્ટ હોય છે.


  • Follow us on: