ગ્લોબલ પોપ સ્ટાર લેડી ગાગાના ઘરે બાળકનો જન્મ થયો છે. લેડી ગાગા માતા બની ગઈ છે. તેમણે પોતાના મંગેતર અને બિઝનેસમેન માઈકલ પોલાન્સ્કી સાથે પહેલા સંતાનનું સ્વાગત કર્યું છે. જોકે, બંનેએ હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમણે પોતાના બાળકનું નામ કે જન્મતારીખ પણ જાહેર કરી નથી.
લેડી ગાગાની તસવીરો સામે આવી
પેજ સિક્સના અહેવાલ મુજબ, લેડી ગાગા અને માઈકલ પોલાન્સ્કી તાજેતરમાં નોર્ધર્ન કેલિફોર્નિયામાં પોતાના બાળક સાથે જોવા મળ્યા હતા. બંને પહેલી વાર પોતાના બાળક સાથે જાહેરમાં જોવા મળ્યા છે. લેડી ગાગાની કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પોપ સ્ટાર પોતાના બાળકને ખોળામાં લઈને જોવા મળી રહી છે.
https://twitter.com/PageSix/status/2098575252599284201
માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
લેડી ગાગા અગાઉ પણ ઘણી વખત માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. માર્ચ 2025માં ધ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે પરિવાર શરૂ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે માતા બનવું તેમનું સૌથી મોટું લક્ષ્ય છે. ત્યારબાદ ધ સ્ટીફન કોલબર્ટ શોમાં તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે બાળકનો ઉછેર કરવો તેમની આગામી સ્ટારિંગ રોલ હશે.

2019માં શરૂ થઈ હતી લવ સ્ટોરી
લેડી ગાગા અને માઈકલ પોલાન્સ્કીના સંબંધની શરૂઆત 2019માં થઈ હતી. ધીમે-ધીમે બંનેની નિકટતા વધી અને તેમણે પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય લીધો. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા અને સમયની સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો. માર્ચ 2024માં માઈકલ પોલાન્સ્કીએ લેડી ગાગાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ બંનેએ સગાઈ કરી લીધી હતી. જોકે, સગાઈ બાદ પણ બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. ગાગા અને માઈકલ પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો-Box Office : બોલીવુડ સુપરસ્ટાર્સ પછડાયા! હનુમાન અંશ સામે હૈવાનનું સુરસુરિયું, કમાણી 200 કરોડને પાર