હિન્દી સિનેમાની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે પોતાની કારકિર્દીમાં 30 હજારથી વધુ ગીતો ગાયા હતા. તેમના કોયલ જેવા અવાજે આખા ભારતમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. લતાજીનાં જૂનાં ગીતો આજે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. જોકે, તેમનું એક ગીત લોકો સુધી ખાસ પહોંચી શક્યું નહોતું અને તે ફ્લોપ રહ્યું હતું.
લતા મંગેશકરના ગીતની અમેરિકામાં થઈ નકલ
પરંતુ ભારતમાં જે ગીત ફ્લોપ રહ્યું હતું, તેની અમેરિકાના એક ગાયકે પરવાનગી વગર નકલ કરી હતી. ત્યારબાદ આ મામલે ઘણો વિવાદ થયો હતો. એટલું જ નહીં, આ અમેરિકન ગાયક અને સંગીતકાર સામે 4000 કરોડ રૂપિયાનો કેસ પણ કરવામાં આવ્યો હતો. અહીં વાત 1981માં રેકોર્ડ થયેલા થોડા રેશમ લગતા હૈ ગીતની થઈ રહી છે, જે જ્યોતિ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું હતું.
થોડા રેશમ લગતા હૈ ગીત ક્યારે ગાયું હતું?
1981માં લતા મંગેશકરે આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો, જ્યારે તેનું સંગીત બપ્પી લાહિરીએ તૈયાર કર્યું હતું. આ ગીત અરુણા ઈરાની પર ફિલ્માવવામાં આવ્યું હતું. ગીતને ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતની ધૂન અમેરિકન રેપર અને પ્રોડ્યુસર ડીજે ક્વિકને એટલી પસંદ આવી હતી કે તેમણે પરવાનગી લીધા વગર આ ગીતનો ઉપયોગ પોતાના ગીતમાં કરી લીધો હતો.

ડીજે ક્વિક સામે સારેગામાએ 4000 કરોડ રૂપિયાનો કેસ કર્યો
ડીજે ક્વિકે ગાયિકા ટ્રુથ હર્ટ્સ માટે એડિક્ટિવ નામનું ગીત તૈયાર કર્યું હતું. આ ગીતમાં લતા મંગેશકરના થોડા રેશમ લગતા હૈના સંગીત અને બીટ્સની પરવાનગી વગર નકલ કરવામાં આવી હતી. આ ગીત બિલબોર્ડ ચાર્ટના ટોપ 10માં પણ સ્થાન મેળવી ગયું હતું.
સારેગામાએ કર્યો 4000 કરોડનો કેસ
જ્યારે આ વાતની માહિતી ભારતીય સંગીત કંપની સારેગામાને મળી, ત્યારે તેમણે અમેરિકન સંગીત કંપનીઓ સામે કેસ કર્યો હતો. એટલું જ નહીં, અમેરિકન પ્રોડ્યુસર સામે 500 મિલિયન ડોલર એટલે કે આશરે 4000 કરોડ રૂપિયાનો કોપીરાઇટ કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદેશી સ્ટાઇલથી પ્રેરણા લઈને વધુ એક ગીત તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું નામ કલિયોન કા ચમન હતું. આ ગીત સંગીતકાર હેરી આનંદે બનાવ્યું હતું.
આ પણ વાંચો-Flop Movie : યશની ફિલ્મ ટોક્સિકને મોટો ઝટકો! એક જ અઠવાડિયામાં થિયેટરોમાંથી હટાવી દેવાયું ઇંગ્લિશ વર્ઝન