બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, ટોક્સિકનું ઈંગ્લિશ વર્ઝન રિલીઝ થયાના માત્ર એક અઠવાડિયા બાદ જ થિયેટરમાંથી હટાવી દેવામાં આવ્યું છે. ફિલ્મના ઈંગ્લિશ વર્ઝને પહેલા અઠવાડિયામાં માત્ર 3.16 લાખ રૂપિયાની કમાણી કરી હતી. રિલીઝના દિવસે ફિલ્મના 11 શો રાખવામાં આવ્યા હતા, જેમાંથી 1.38 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. આ શો મુંબઈ, બેંગલુરુ, ગુરુગ્રામ અને નોઈડામાં યોજાયા હતા. ત્યારબાદ શનિવારે ફિલ્મે 78,774 રૂપિયા અને રવિવારે 70,460 રૂપિયાની કમાણી કરી હતી. વીકએન્ડમાં પણ ફિલ્મની કમાણીમાં ખાસ વધારો જોવા મળ્યો નહોતો.
સોમવાર બાદ કમાણીમાં વધુ ઘટાડો
સોમવારે ટોક્સિકના ઈંગ્લિશ વર્ઝનની કમાણીમાં મોટો ઘટાડો આવ્યો અને ફિલ્મે માત્ર 15,034 રૂપિયા કમાયા. ત્યારબાદ મંગળવારે 3,125 રૂપિયા, બુધવારે 5,699 રૂપિયા અને ગુરુવારે 4,655 રૂપિયાની કમાણી થઈ. આ રીતે ફિલ્મની પહેલા અઠવાડિયાની કુલ કમાણી માત્ર 3.16 લાખ રૂપિયા રહી. હાલમાં ફિલ્મના નિર્માતાઓ તરફથી ઈંગ્લિશ વર્ઝનને થિયેટરમાંથી હટાવવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
https://www.instagram.com/reel/DcOkiKAAR-i/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

