સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના સ્વાસ્થ્યને લઈને છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી અટકળો અને હાર્ટ એટેકની અફવાઓ પર તેમની પૌત્રી જનાઈ ભોંસલેએ પૂર્ણવિરામ મૂક્યું છે. જનાઈએ સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ શેર કરીને આશાજીની તબિયત વિશે સાચી માહિતી આપી છે.
હાર્ટ એટેક નહીં, ઇન્ફેક્શન છે કારણ
જનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ પર આશાજી સાથેનો એક ભાવુક ફોટો શેર કરતા જણાવ્યું કે, "મારી દાદીને હૃદયરોગનો હુમલો આવ્યો નથી. તેઓ ગંભીર નબળાઈ અને છાતીમાં ચેપ (Chest Infection) ને કારણે હોસ્પિટલમાં દાખલ છે." આ સ્પષ્ટતા બાદ કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે અગાઉ સોશિયલ મીડિયા પર તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના ખોટા સમાચાર વાયરલ થયા હતા.
https://www.instagram.com/p/DW_0zDaDC-K/?utm_source=ig_web_button_share_sheet
