બોલીવુડ એક્ટર વિકી કૌશલ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવાની તૈયારીમાં છે. તેની છેલ્લી ફિલ્મ છાવાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા દુનિયાભરમાંથી 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને રેકોર્ડતોડ કલેક્શન નોંધાવ્યું હતું. હવે વિકી ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી મોટી ફિલ્મમાં જોવા મળશે, જે આવતા વર્ષે રિલીઝ થશે.

તારા સુતારિયાની એન્ટ્રીની ચર્ચા

આ ફિલ્મમાંથી તેનો જબરદસ્ત લુક પણ સામે આવી ચૂક્યો છે. વિકી કૌશલના નવા પ્રોજેક્ટ્સને લઈને ફેન્સ વચ્ચે ખૂબ ચર્ચા ચાલી રહી છે. મહાવતારમાં પોતાના રોલ માટે વિકી કૌશલ ખૂબ મહેનત કરી રહ્યો છે અને પોતાનું જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છે. આ દરમિયાન અપડેટ છે કે તારા સુતારિયા સાથે ફિલ્મને લઈને વાતચીત ચાલી રહી છે.
https://www.instagram.com/p/DXtxL3DiC45/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

વિકી કૌશલની મહાવતારમાં ફીમેલ લીડને લઈને અટકળો ચાલી રહી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે મેકર્સ આ મોટા પ્રોજેક્ટ માટે નવી અને ફ્રેશ જોડીની શોધમાં છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટ અનુસાર વિકી કૌશલની સામે તારા સુતારિયાને ફીમેલ લીડમાં કાસ્ટ કરવાની ચર્ચા છે. આ અગાઉ બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને હરનાઝ સંધુનું નામ પણ ફિલ્મ સાથે જોડાયું હતું. હવે આ રેસમાં તારા સુતારિયા પણ સામેલ થઈ ગઈ છે.

તારા સાથે ક્યાં સુધી પહોંચી વાત?

આ રિપોર્ટ પરથી એ પણ જાણવા મળ્યું છે કે મહાવતાર માટે કાસ્ટિંગને લઈને વાતચીત થોડા સમયથી ચાલી રહી છે. અલગ-અલગ તબક્કે ઘણા નામો પર ચર્ચા થઈ છે. હવે આ લિસ્ટમાં તારાનું નામ પણ સામે આવ્યું છે, પરંતુ હજુ સુધી કશું ફાઈનલ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ એવી એક્ટ્રેસને લેવા માંગે છે જે ફિલ્મની ભવ્ય દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે. તારા સુતારિયા તાજેતરમાં યશની એક્શન ફિલ્મ ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સમાં જોવા મળી હતી, જેમાં તેણે શાનદાર એક્ટિંગ કરી હતી. તેણે સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
https://www.instagram.com/p/Dd9LwXBjX7p/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

ફિલ્મ માટે વિકીની મોટી તૈયારી

મહાવતારને લઈને ચર્ચા છે કે ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2027માં શરૂ થઈ શકે છે. છાવા પછી મેડોક ફિલ્મ્સ સાથે વિકી કૌશલની આ બીજી ફિલ્મ હશે. થોડા સમય પહેલાં માહિતી મળી હતી કે આ લુકમાં ઢળવા માટે વિકી કૌશલે વજન વધારવું પડશે. એક્શન સીન્સ શૂટ કરવા માટે તે પોતાના શરીરને ઘણું મસ્ક્યુલર બનાવી રહ્યો છે.

આ પણ વાંચો-Govinda Movie : ડેટિંગની ચર્ચા વચ્ચે ગોવિંદા અને કોમલ રાનીનો રોમેન્ટિક અંદાજ, રૂપાની પહેલી ઝલક આવી સામે!