રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. મનિકાનું સપનું હવે સાકાર થયું છે. હવે મનિકા આ વર્ષના અંતે થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં હવે તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બ્યુટી પેજન્ટે મનિકા વિશ્વકર્મા આખી લાઇફ બદલી નાખી છે અને તેમને વધુ આત્મવિશ્વાસી બનાવી દીધી છે.


જીત બાદ મનિકા વિશ્વકર્માએ શું કહ્યુ?

મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો તાજ જીત્યા બાદ મનિકા કહે છે કે, મારી જર્ની શહેર ગંગાનગરથી શરૂ થઇ. બાદમાં હું દિલ્હી આવી અને આ બ્યુટી કોમ્પિટિશન માટે તૈયારી કરી. હું એ દરેકનો આભાર માનું છું જેમણે મારી મદદ કરી અને મને આ જગ્યા પર પહોંચાડી છે. આ બ્યુટી કોમ્પિટિશન એક અલગ જ દુનિયા છે. જ્યાં આપણી પર્સાનિલિટી અને કેરેક્ટર અલગ જ ડેવલોપ થાય છે. આ જવાબદારી માત્ર એક વર્ષ માટે નહીં, પરંતુ જીવન ભર મારી સાથે રહેશે.

જ્યુરી મેમ્બર ઉર્વશી રૌતેલા એ ખુશી

મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025ની જ્યુરી મેમ્બર તરીકે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાજર હતી. તેમણે મનિકા ની જીત પર ખુશી વ્યક્ત કરી. ઉર્વશી કહે છે કે, આ કોમ્પિટિશન ઘણી મુશ્કેલી ભરી રહી છે પરંતુ વિનર આપણી સામે છે, અમને ખુબ જ ખુશી છે કે મનિકા વિનર બની છે. હવે તે મિસ યુનિવર્સમાં ભારતને ગૌરવ અપાવશે.



  • Follow us on: