ઝાકિર ખાન એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે. કોરોના બાદથી કોમેડિયન ઝાકિર ખાન સોશિયલ મીડિયામાં વધુ લોકપ્રિય થયો છે. અને એટલે જ કપિલ શર્માના શોના સ્થાન પર સોની ટીવી પરના આપ કા અપના ઝાકિર ખાન શો શરૂ કરવામાં આવ્યો. પરંતુ દર્શકોના નબળા પ્રતિસાદના કારણે આ શો થોડા જ એપિસોડ રિલીઝ થયા બાદ બંધ કરવામાં આવ્યો.


ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે ઝાકિર ખાન ઓટીટી પર ધૂમ મચાવી હતી પરંતુ ટીવી શોમાં કંઈ વધુ કમાલ ના કરી શકયો. સોનીના શો બાદ અત્યારે ઝાકીર સોનાલી બેન્દ્રે સાથેના શો પતિ-પત્ની ઓર પંગામાં એન્કરીંગ કરી રહ્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આ કોમેડિયને પોતાના જીવનની રસપ્રદ વાત શેર કરી. તેની આ વાત સાંભળી યુવાનો અચંબિત થયા. આ કોમેડિયને રસપ્રદ કિસ્સો શેર કરતાં કહ્યું કે તે એક સમયે લોકપ્રિય કોરિયન મ્યુઝિક બેન્ડ BTSને ઓળખી શકયો નહોતો. 

હું તેમને ઓળખીના શકયો

આજની યુવા પેઢી BTS બેન્ડથી પ્રચલિત છે. ફક્ત અમેરિકા જ નહી ભારતના યુવાનોમાં પણ આ બેન્ડનો જબરજસ્ત ક્રેઝ હતો. આ મ્યુઝિક બેન્ડના ગીતોએ યુવતીઓને પાગલ કરી હતી. BTS બેન્ડમાં સાત સભ્યો છે અને તમામ લોકો નાની વયના જ છે. દુનિયાભરમાં પ્રચલિત આ બેન્ડ વિશે ઝાકિરખાને કહ્યું કે હું તેમને ઓળખીના શકયો.

BTS બેન્ડ સાથે થયો પરિચય

એક શોમાં જ્યારે મારે એક કાર્યક્રમમાં સેલિબ્રિટીનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો ત્યારે BTS બેન્ડ પણ ત્યાં હાજર હતું. કાર્યક્રમમાં મોડા પહોંચવાના કારણે મારે આ બેન્ડ સાથે થોડો સમય રહેવું પડયું. ત્યારે તેમની સાથેની વાતચીતમાં મેં બેન્ડના એક સભ્યને સ્વાભાવિકપણે પૂછ્યું કે તમે કોણ છો અને તમે ક્યાંથી આવ્યા છો. અને તે લોકોએ BTS બેન્ડ તરીકે પરિચય આપ્યો. જણાવી દઈએ કે BTS બેન્ડના 7 સભ્યો અત્યારે અલગ થઈ ગયા છે. આ બેન્ડના ચાહકો પોતાને BTS આર્મી કહે છે.

  • Follow us on: