બોલીવુડના દંબગ અભિનેતા સલમાન ખાનના ઘરની આગળ ચાહકોની ભીડ ભેગી થઈ. અભિનેતાએ પોતાની ઘરની બાલ્કનીમાંથી પોતાના ફેન્સને ઇદીની શુભેચ્છા પાઠવી. જો કે તેના ફેન્સ સલમાનને બાલ્કનીમાં જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે હંમેશા લોકો સાથે સરળ મુલાકાત કરનાર સલમાન ખાને બાલ્કનીમાંથી હાથ જોડી લોકોનું અભિવાદન કર્યું. ફેન્સના મનમાં ઉઠતા સવાલને લઈને સલમાનખાને મૌન તોડયું છે.
સલમાનખાને બાલ્કની મુદ્દે કર્યો ખુલાસો
સલમાન ખાને કહ્યું કે હાલમાં મને કોઈ ધમકી મળી નથી. ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કરવા પાછળ કોઈ મોટું કારણ નથી. બાલ્કનીનો કાચ બુલટેપ્રુફ કરવા પાછળ કોઈ ધમકી કે પછી ડરના કારણે કરાયું નથી. આ બાલ્કનીમાં અગાઉ અનેક વખત તેના ફેન્સ ચઢીને ધરમાં ઘસી જતાં તેમજ તેની આડશ પર રાત્રે સૂઈ જઈ સવાર તેની મુલાકાતની રાહ જોતાં હતા. એટલે લોકોની સુરક્ષા માટે આ જગ્યાને ઢાંકવી પડતી હતી. આ વર્ષે બુલેટપ્રૂફ કાચ પાછળ અભિનેતાએ ફેન્સ સાથે ઈદની ઉજવણી કરી.
ફેન્સને આપી ઇદની શુભેચ્છા
દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન ઈદના અવસર પર તેના પરિવાર સાથે બાલ્કનીમાં આવ્યો અને તેના ફેન્સને ઘરની બુલેટપ્રુફ બાલ્કનીમાંથી ઈશારાથી શુભેચ્છા પાઠવી. જણાવી દઈએ કે ભાઈજાનને અનેક વખત મારી નાખવાની ધમકી મળી છે તેમજ થોડા મહિના પહેલા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયો હતો. આ ઘટનાઓ બાદ અભિનેતા સલમાનખાનની સુરક્ષામાં વધારો કરાયો છે. જો કે ગોળીબારની ઘટના બાદ તરત જ સલમાન ખાને બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ પણ લગાવ્યો હતો.
સલમાન નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત
નોંધનીય છે કે સલમાન તેની નવી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને લઈને અભિનેતા વધુ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરશે. બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ચિત્રાંગદા અને સલમાન વધુ ઉત્સુક છે. આ ફિલ્મ માટે સલમાન આમીરખાનની જેમ પરફેક્ટનિસ્ટ બનશે અને વજન ઉતારશે.