બોલીવુડ માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો છે. દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો એકપછી એક સુપરહિટ થઈ રહી છે. અક્ષયની હાઉસફુલ હોય કે અજયદેવગણની રેઈડ-2 હોય કે પછી આમીરની સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી. આ બધા વચ્ચે રણબીર કપૂરની 'રામાયણમ' ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી. મીડિયા અહેવાલ મુજબ 'રામાયણમ' ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થતા જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી. ચાહકોએ આ ફિલ્મની એક ઝલક પર અપાર પ્રેમ વરસાવ્યો.


કરોડોની કમાણી કરી

'રામાયણમ' ફિલ્મે રિલીઝ પહેલા જ 1000 કરોડોની કમાણી કરી લીધી છે. એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરતા જ કરોડો રૂપિયા કમાયા. આ ફિલ્મનું નિર્માણ પ્રાઇમ ફોકસ સ્ટુડિયો હેઠળ થઈ રહ્યું છે. અને પ્રાઇમ ફોકસ કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં પણ લિસ્ટેડ છે. એટલે જ્યારે ફિલ્મનો પ્રોમો રિલીઝ થયો ત્યારે આ કંપનીના શેરના ભાવ રૂ. 175.70 ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. 6 ટ્રેડિંગ સત્રોમાં આ કંપનીનો શેર 54% વધ્યો હતો. એટલે કે માર્ચમાં કંપનીનો શેર 85 રૂપિયા હતો અને ફિલ્મના ફર્સ્ટ લુક બાદ શેરના ભાવ ધરખમ વધારો થતા 150થી વધુના સ્તરે પહોંચ્યો હતો. આમ ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડો રૂપિયાનો વકરો કરી લીધો.

દિપીકાએ ખુલાસો કર્યો

દીપિકાએ આ ફિલ્મનો હિસ્સો હોવા અંગે ખુલાસો કર્યો. દિપીકાએ કહ્યું કે રામાયણમ ફિલ્મના નિર્માતાઓએ તેમનો સંપર્ક કર્યો નથી. આ ફિલ્મના નિર્માતા કે દિગ્દર્શક તરફથી તેમને કોઈ રોલ ઓફર કરવામાં આવ્યો નથી. વધુમાં તેમણે કહ્યું કે જો કે તેમનો રોલ ઓફર કરાયો હોત તો પણ તે ના કરત. કારણ કે સીતાની ભૂમિકા ભજવ્યા પછી, તે રામાયણમાં બીજી કોઈ પાત્રને ન્યાય નહી આપી શકે તેવું મને લાગે છે. આ માટે તેમને મહાભારત કે શિવ પુરાણમાં પણ રોલ ઓફર કરવામાં આવે તો તે તેના વિશે વિચારી શકે છે. 

ફિલ્મની અદભૂત સ્ટારકાસ્ટ

રામના પાત્રમાં અરુણની પૂજા કરતા ચાહકો દશરથના પાત્રમાં તેને કેટલો સ્વીકારી શકશે તે જોવાનું બાકી છે. રામાયણમ ફિલ્મમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવી રહ્યો છે. દક્ષિણ અભિનેત્રી સાઈ પલ્લવીએ સીતાનું પાત્ર ભજવ્યું છે. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રામાયણમ 2026 માં રિલીઝ થવા જઈ રહી છે. તેની સ્ટાર કાસ્ટમાંથી રણબીર કપૂર અને યશના લુક્સ જાહેર કરવામાં આવ્યા છે. રામની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા અરુણ ગોવિલ પણ આ પ્રોજેક્ટમાં જોવા મળશે. પરંતુ રણબીરની ફિલ્મમાં તે રામની નહીં પણ દશરથની ભૂમિકા ભજવતો જોવા મળશે.

  • Follow us on: