કરોડોની છેતરપિંડીનો આરોપી સુકેશે જેલમાંથી જેકલીન માટે પત્ર લખ્યો છે. સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. પત્રમાં તેણે જેકલીનને બેબી ગર્લ અને લાલ પરી તરીકે યાદ કરી છે. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જેકલીનના દેખાવની પણ પ્રશંસા કરી છે. વર્ષ 2015માં છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખર જેલમાં હોવા છતાં પણ ચર્ચામાં રહે છે. સુકેશ ઘણીવાર જેલમાંથી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખે છે અથવા ભેટ મોકલે છે.
'હાઉસફુલ-5' માટે પ્રશંસા













