બોલીવુડમાં અત્યારે સિકવલ ફિલ્મોની ભરમાર છે. ફેમસ કોરિયાગ્રાફર અને ડાયરેકટર ફરાખાન પણ નવી ફિલ્મ બનાવી રહી છે તેની ફિલ્મી વર્તુળમાં ચર્ચા છે. ડાન્સડાયરેક્ટરમાંથી સફળ યુટયુબર બનેલ ફરાહખાન ફરી ચર્ચામાં જોવા મળી છે. હાલમાં ફરાહખાને બોલીવુડના કયુટ કપલ રકુલ અને જેકી સાથે મુલાકાત કરી. ફરાહખાને જેકીના આલીશાન ઘરની મુલાકાત લીધા બાદ મજાક કરી કે પહેલા 10 માળનું બિલ્ડીંગ હતું અને હવે 5 માળનું બિલ્ડીંગ છે.
યુટ્યુબ ચેનલ લોકોને ખૂબ પસંદ આવી
ફરાહ ખાન હવે એક સફળ યુટ્યુબર બની ગઈ છે. જેને લઈને તે વિડીયો બનાવવા વિવિધ સેલિબ્રિટી સાથે મુલાકાત કરે છે. તેના રસોઈ વ્લોગ્સ યુટ્યુબ ચેનલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સેલિબ્રિટી સાથેની મસ્તીનો લોકો આનંદ લેતા હોય છે. રસોઈ વ્લોગ્સ હેઠળ ફરાહખાન પોતાના ફેન્સ સાથે ખાસ વાનગીઓ શેર કરતી રહે છે. હાલમાં જ ફેમસ કોરિયોગ્રાફર જેકી ભગનાની અને રકુલ પ્રીતના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં આ બંને સેલિબ્રિટીનું આલિશાન ઘર જોઈ ફરાહ દંગ થઈ ગઈ.
નિર્માતા નહીં રિયલ એસ્ટેટનું કામ કરો
જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહના ઘરની મુલાકાત લેતા ફરાહને આ દંપતીની ભવ્ય જીવનશૈલીનો પણ પરિચય થયો. આ મુલાકાતમાં ફરાહ ખાન જેકીને ચીડવતી હોવાનું જોવા મળ્યું. જયારે જેકી કહે છે કે આવી શાનદાર રીતે જીવવું હોય તો નિર્માતા નહીં રિયલ એસ્ટેટનું કામ કરો. ત્યારે ફરાહ પણ વળતો જવાબ આપે છે કે હું હવે નિર્માતા નથી, એક યુટયુબર છું.
ફરાહખાનની રમૂજ પર હસ્યા જેકી
તારી સફળતા જોઈ અમે રિયલ એસ્ટેટમાં ઝંપલાવવા માંગીએ છીએ કારણ કે પહેલા તારી પાસે 10 માળ હતા અને હવે ફક્ત 5 માળ છે. ફરાહની આ રમૂજ પર જેકી અને રકુલ પણ ખડખડાટ હસવા લાગે છે. તેના ફેન્સ પણ કટાક્ષ સમજી જ ચૂકયા હશે. ત્યારબાદ આ મુલાકાતમાં જેકીએ તેમના પિતા અને જાણીતા નિર્માતા વાશુ ભગનાનીએ તેમની કારકિર્દીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમ પણ કહ્યું કે હું પણ પિતાની જેમ ક્યારેય હાર નહી માનું.