રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક આજે રિલીઝ થઈ ગયો છે. 'રામાયણ' ફિલ્મ ફર્સ્ટ લુકમાં 7 મિનિટનું ટીઝર જોઈ દર્શકોમાં ફિલ્મ અને કલાકારોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી દર્શકો તેની રાહ જોતા હતા. જો કે કેટલાક લોકોને ચિંતા પણ છે કે રણબીરની આ ફિલ્મના હાલ આદિપુરુષ જેવા ના થાય. પરંતુ આજે 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી.


ફિલ્મના ટિઝર ફેન્સને આવ્યું પસંદ

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે સાઉથના કલાકારો પણ અભિનય કરી રહ્યા છે. સાઉથના લોકપ્રિય કલાકાર સાઈ પલ્લવી અને યશ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આજે રામાયણ ફિલ્મના ટિઝરમાં ભગવાન રામ સાથે રાવણની ઝલક બતાવવામાં આવી. આ ફિલ્મમાં રણબીર કપૂર રામના પાત્રમાં છે જ્યારે સાઉથ અભિનેતા યશ રાવણનું પાત્રમાં અભિનય કરી રહ્યા છે. કહેવાય છે કે આ ફિલ્મનું નામ રામાયણ નહીં પરંતુ સંસ્કૃત નામ રામાયણમ છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો

રામાયણમ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો, જેને તેનું પોસ્ટર માનવામાં આવી રહ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લુક દર્શકોને ખૂબ પસંદ આવ્યો છે. રણબીર કપૂરની આ ફિલ્મનું ટિઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. ઉંચા પર્વત પર એક હાથમાં ધનુષ અને પાછળ ખભા પર તીરથી ભરેલો ભાત અને માથા પર મુગટ સાથે રણબીર કપૂરના લુક જોઈ ફેન્સ પ્રભાવિત થયા છે. રામાયણ ફિલ્મ બે ભાગમાં બનશે.

આ કલાકારો પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં

આ ફિલ્મમાં સાઉથ કલાકારો ઉપરાંત અભિનેતા રવિ દુબે તેમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. 'રામાયણ'માં ભગવાન રામ ગણાતા અરુણ ગોવિલ દશરથની ભૂમિકા ભજવતા જોવા મળશે. માતા કૌશલ્યાની ભૂમિકામાં ઇન્દિરા કૃષ્ણન, કૈકેયીની ભૂમિકામાં લારા દત્તા અને શૂર્પનખાની ભૂમિકામાં રકુલ પ્રીત સિંહ જોવા મળશે. 

  • Follow us on: