સોની ટેલિવિઝન પર આવતો CID ક્રાઈમ શો ફરી પાછું લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ક્રાઈમ શો CID તેની બીજી સિઝનમાં પણ સતત ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા આ શોમાંથી ACP પ્રદ્યુમ્ન અંગતકારણોસર શો છોડવાના હતા તેને લઈને વિવાદમાં હતો. અને ત્યારબાદ લાંબા સમયથી શોનો હિસ્સો રહેલ ડો.સાળુંકેને દેશવિરોધી બતાવતા ક્રાઈમ શો ટ્રોલ થયો હતો. ત્યારે મીડિયામાં ચર્ચા હતી ડોક્ટર સાળુંકેનું સ્થાન ડોક્ટર તારિકા લેશે. અત્યારે ઓફિસર દયાને લઈને ફરી આ શો એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.


લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો ક્રાઈમ શો

CID સીઝન 2માં અત્યારના ટ્રેકમાં ઓફિસર દયા પર શંકા હોવાથી તેમની તપાસ થવાની છે. અને ગુપ્તચર એજન્સી દ્વારા કોઈ અધિકારીને દયાના કારનામા અને તેના જીવનને લઈને તપાસ કરવામાં મોકલવામાં આવશે. ત્યારે આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે કે શું હવે આ શોમાં દયા વિદાય લેશે કે ફરી પાછો કોઈ નવા પાત્રને લઈને શો સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાના પર છે. CID ની જૂની સીઝન હોય કે નવી સીઝન, આ શોએ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા લાગ્યો છે.

ઇન્સ્પેક્ટર દયા શંકાના દાયરામાં

ટેલિવિઝન પર આવતા આ લોકપ્રિય ક્રાઈમ શોમાં આગામી સપ્તાહમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. સંભવત આ પોલીસ અધિકારી દયા વિશે સત્ય જાણવા પ્રયાસ કરશે. અત્યારે ક્રાઈમ શો ટ્રેક ખૂબ જ આશ્ચર્યજનક છે. કારણ કે અત્યારે સિનિયર ઇન્સ્પેક્ટર દયા એક શખ્સની હત્યાને લઈને શંકાના દાયરામાં છે. અત્યારના શોના ટ્રેલરમાં બતાવવામાં આવે છે કે આ પોલીસ અધિકારી કંઈક શોધી રહ્યા છે અને તેનો સંબંધ દયા સાથે છે. CID સીઝન 2માં નવા પાત્રની એન્ટ્રી થઈ રહી છે તેનું નામ સંજય નાર્વેકર, જેમણે સ્ટાર પ્લસના લોકપ્રિય શો 'ઘુમ હૈ કિસી કે પ્યાર મેં'માં કામ કર્યું હતું. અધિકારી શું શોધી રહ્યા છે અને દયા સાથે તેનો શું સંબંધ છે તેને લઈને ક્રાઈમ શોના આગામી એપિસોડ વધુ રહસ્યમય બન્યા છે. 

  • Follow us on: