આમીરખાનની ફિલ્મ સિતારે જમીન પરને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમીરની ફિલ્મ રિલીઝ થતા અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ-5ના કલેકશનમાં ઘટાડો થયો છે. બોક્સ ઓફિસ પર અત્યારે અક્ષયકુમારની બેક-ટુ-બેક ફિલ્મો આવી રહી છે. હાઉસફુલ-5 પહેલા થિયેટરમાં કેસરી- ફિલ્મ આવી હતી. અને બીજી બાજુ હેરાફેરી ફિલ્મને લઈને ચર્ચામાં છે ત્યારે વધુ એક ફિલ્મને લઈને અક્ષયકુમાર વિવાદમાં આવ્યો છે. એવું કહેવાય છે કે બજેટના કારણે અક્ષયની ફિલ્મ વેલકમ ટૂ દ જંગલ ફિલ્મનું શૂટિંગ બંધ થયું છે.
અક્ષયકુમારની ફિલ્મ વિવાદમાં
અક્ષયકુમારની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' વેલકમ ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ છે. અક્ષય કુમાર અને પરેશ રાવલ અને કૈટરીના કૈફની ફિલ્મ લોકોને વધુ પસંદ આવી હતી. કોમેડી અને મનોરંજનથી ભૂરપરૂ આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા. અત્યારે બોલીવુડમાં સિકવલનો દોર ચાલી રહ્યો છે. અને અક્ષય કુમાર પણ અજય દેવગણ અને શાહરૂખખાનની જેમ સિકવલ ફિલ્મો કરી રહ્યો છે.
બજેટના લીધે ફિલ્મનું શૂંટિગ બંધ
ત્યારે અક્ષયના ફેન્સ વેલકમ ફિલ્મની સિકવલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેસરી અને હાઉસફુલ બાદ અક્ષય વેલકમની સિકવલ 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ કરી રહ્યો છે. હાલમાં આ ફિલ્મને લઈને અપડેટ સામે આવી છે. મીડિયા સૂત્રોમાં ચર્ચા થઈ રહી છે કે ફિલ્મમાં હાઉસફુલ-5ની જેમ બોલીવુડના ધરખમ કલાકારો છે. અને તેના લીધે આ ફિલ્મના બજેટ પર તેની અસર થઈ રહી છે.
ફિલ્મ ડાયેરકટરનો ખુલાસો
ફિલ્મને લઈને ચાલતી આ અફવાઓ પર 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મના ડાયરેટર અહમદ ખાને ખુલાસો કર્યો કે ફિલ્મનું લગભગ 70% શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું શૂંટિગ પહલગામમાં હતું. પરંતુ આતંકવાદી હુમલાના કારણે શૂંટિગ બંધ રાખવાનો નિર્માતાઓએ નિર્ણય કર્યો હતો. અને હવે બાકીના ભાગનું શૂંટિગ સપ્ટેમ્બર 2025 માં શરૂ થશે. જેના બાદ આ ફિલ્મ ડિસેમ્બરના અંતમાં ક્રિસમસ તહેવાર પર રિલીઝ થશે.