બોલીવુડમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છાવા ફિલ્મે દેશ અને વિદેશમાં કરોડોનું કલેકશન કર્યું છે. અત્યારે આમીરખાનની ફિલ્મ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અજય દેવગણ, અક્ષય કુમાર અને આમીરખાન સહિત દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો સુપરહિટ જતા દર્શકો ફરી પાછા આ કલાકારોને પસંદ કરતા હોવાનું દેખાય છે. છાવા ફિલ્મ બાદ આગામી સમયમાં વધુ એક ઐતિહાસિક અને ભારતના મહાકાવ્ય પર બનેલ ફિલ્મ રામાયણ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રણબીર કપૂર લોકોને પસંદ આવશે
રામાયણ ફિલ્મમાં બોલીવુડના રોકસ્ટાર કહેવાતા રણબીર કપૂર લોકોને રામ ભગવાનના પાત્રમાં આવશે કે કેમ તેને લઈને ફિલ્મ પંડિતોને ચિંતા છે. કારણ કે આદિપુરુષમાં લોકોએ જે રીતે રણબીર કપૂર અને નિર્માતા સહિત કલાકારોને પણ ટ્રોલ કર્યા હતા. આ ફિલ્મને લઈને ખાસ્સો વિવાદ ચગ્યો હતો. તેના બાદ હવે ફરી શું દર્શકો રણબીર કપૂરને રામાયણ ફિલ્મમાં રામ તરીકે પસંદ કરશે ? આ ફિલ્મનો ફર્સ્ટ લુક આવતીકાલે જાહેર થવા જઈ રહ્યો છે. ત્યારે ફિલ્મના ટીઝર પરથી દર્શકોની પસંદ-નાપસંદનો ખ્યાલ આવી શકશે.
ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થશે
આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે સાઉથ સુપરસ્ટાર યશ અને સાઈ પલ્લવી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શ દ્વારા જણાવવામાં આવ્યું કે દિગ્દર્શક નિતેશ તિવારીની રામાયણનો પહેલો લુક આવતીકાલે એટલે કે 3 જુલાઈના રોજ ચાહકો માટે રજૂ કરવામાં આવશે. તરણ આદર્શે કહ્યું કે મેં મેં રામાયણનો 7 મિનિટનો શો રીલ જોયો. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થશે. આ ફિલ્મ ફક્ત અત્યારના યુવાનોને જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે એક સારું ઉદાહરણ બની રહેશે.
રામાયણનો ફર્સ્ટ લુક જારી થશે
જણાવી દઈએ કે 'રામાયણ'નો ફર્સ્ટ લુક 3 જુલાઈ 2025 ના રોજ લોન્ચ કરવામાં આવશે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા, પુણે, અમદાવાદ અને કોચીન સહિતના દેશના 9 મુખ્ય શહેરોમાં 'રામાયણ'નો ફર્સ્ટ લુક લોન્ચ કરાશે. રામાયણ ફિલ્મને લઈને એવું કહેવામાં આવ્યું છે કે તે બે ભાગમાં બની રહી છે. ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી 2026 ના રોજ અને બીજો ભાગ દિવાળી 2027 ના રોજ રિલીઝ થઈ શકે છે.