બોલીવુડ અભિનેતા સંજય દત્તના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. છતાં પણ અભિનેતાએ હંમેશા પોતાના શાનદાર અભિનયના કરાણે લોકોના દિલમાં રાજ કર્યું. તેઓ માત્ર અભિનયને કારણે જ નહીં પરંતુ તેમની મજબૂત શૈલી અને જીવનકથાઓને કારણે પણ તેમના લાખો ચાહકો છે. આજે સંજય દત્તની પત્ની માન્યતાનો જન્મદિવસ છે. આ ખાસ દિવસે પત્ની પર પ્રેમ વરસાવ્યો છે અને સુંદર રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
સંજય દત્તે પ્રેમભર્યું કેપ્શન લખ્યું......
સંજય દત્તે પોતાની પત્નીના 46માં જન્મદિવસ પર ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની પત્ની સાથેની એક તસવીર શેર કરી છે અને પ્રેમભર્યું કેપ્શન લખ્યું છે કે, 'તમે મારી તાકાત છો. જન્મદિવસની શુભકામનાઓ મા, મારા જીવનમાં આવવા બદલ આભાર. તમે હંમેશા મારી શક્તિ અને ટેકો, મારા સલાહકાર, મારા આધારસ્તંભ રહ્યા છો, ભગવાન તમને હંમેશા ખુશી આપે. તમને હંમેશા પ્રેમ... મા..'
સંજય દત્તથી માન્યતા 20 વર્ષ નાની...
સંજય દત્તની પત્ની માન્યતા વિશે વાત કરીએ તો, તેણીએ પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બહુ સફળ રહી ન હતી. બી ગ્રેડ ફિલ્મોમાં આઇટમ નંબર સિવાય તેણી થોડી જ ફિલ્મોમાં જોવા મળી હતી. મુસ્લિમ પરિવારમાં જન્મેલી માન્યતાનું પહેલું નામ દિલનવાઝ શેખ છે. માન્યતા શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારા ખાન તરીકે જાણીતી હતી. સંજય અને માન્યતાની મુલાકાત ફિલ્મ લવર્સ લાઈક અસ દરમિયાન થઈ હતી. ત્યાર બાદ માન્યતા જે સંજય દત્તથી વીસ વર્ષ નાની છે અને સંજય વચ્ચે પ્રેમ કહાની શરૂ થઈ હતી.