વર્ષ 2026 માં બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ઘણી નાના બજેટની ફિલ્મોનો દબદબો રહ્યો. મરાઠી અને સાઉથની નાના બજેટની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો અને બોલીવુડની મોટી-મોટી ફિલ્મો જેવી કે ભારત ભાગ્ય વિધાતા, હૈ જવાની તો ઇશ્ક હોના હૈ, ઓ રોમિયો, ઇક્કીસને પાછળ છોડી દીધી છે. 

દેઉલ બંધ 2

આ ફિલ્મનું બજેટ 10 કરોડ છે. ફિલ્મે ઇન્ડિયામાં નેટ 68.72 કરોડની કમાણી કરી. ફિલ્મનું ગ્રોસ કલેક્શન 81.08 કરોડ રહ્યું છે. ફિલ્મે 587.2 ટકા પ્રોફિટ કમાયો છે. ફિલ્મ હજી થિયેટરમાં ચાલી રહી છે અને ધમાકેદાર કમાણી કરી રહી છે.

તુમ્બાડચી મંજુલા

ફિલ્મનું બજેટ 6 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે અને 10 દિવસમાં ફિલ્મ 9.58 કરોડ કમાઈ ચૂકી છે. ફિલ્મે અત્યાર સુધી 59.67 ટકા પ્રોફિટ મેળવી લીધો છે.

ક્રાંતિજ્યોતિ વિદ્યાલય

કોઈમોઈના અહેવાલ મુજબ, ક્રાંતિજ્યોતિ વિદ્યાલય 4 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મે 27.35 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ફિલ્મે 583.75 ટકાનો પ્રોફિટ આપ્યો હતો.

વાઝા 2 બાયોપિક ઓફ એ બિલિયન બ્રધર્સ

વાઝા 2 ફિલ્મ 10 કરોડ ના બજેટમાં બની હતી. ફિલ્મે ઇન્ડિયામાં નેટ 129.42 કરોડની કમાણી કરી. આ ફિલ્મે 1194.2 ટકાનો પ્રોફિટ કમાયો. ફિલ્મ સુપરડુપર હિટ રહી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો હતો.

થાઈ કિઝાવી

IMDBના જણાવ્યા અનુસાર, ફિલ્મ 9 કરોડના બજેટમાં બની છે. ફિલ્મે ઇન્ડિયામાં નેટ 62.46 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે 53.46 કરોડનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું. 594 ટકાનો પ્રોફિટ કમાયો. ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મમાં રાધિકા શરતકુમાર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને ખૂબ જ પ્રશંસા મળી હતી.

'ભરતનાટ્યમ 2 મોહિનીઅટ્ટમ'

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મનું બજેટ 10 કરોડ રહ્યું. ફિલ્મે 40.04 કરોડ વર્લ્ડવાઈડ કમાયા. ફિલ્મે 25.55 કરોડનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મે ઓવરસીઝમાં 10.50 કરોડ કમાયા. ફિલ્મે 151 ટકાનો પ્રોફિટ કમાયો છે.
  • Follow us on: