બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી હંમેશા પોતાના દમદાર અભિનયથી દર્શકોને પ્રભાવિત કરે છે. રાનીની ફિલ્મ 'મર્દાની-3' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. દિગ્ગજ અભિનેતાને ટક્કર આપી રાની ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. બોર્ડર-2 અને ધુરંધર ફિલ્મના દબદબો વચ્ચે વુમન ઓરિએન્ટેડ 'મર્દાની-3' ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી. રાની મુખરજીની 'મર્દાની-3' એ રિલીઝ થયાના દિવસે ₹3.8 કરોડની કમાણી કરી હતી.
રાની મુખરજીનો દમદાર અભિનય દર્શકોને આવ્યો પસંદ
"મર્દાની 3" એ રાની મુખરજીને તેના કરિયરની શ્રેષ્ઠ સોલો ઓપનિંગ આપી છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા જગાવી હતી. ચાહકો રાની મુખર્જીના નીડર પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય તરીકે પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની આતુરતાનો અંત આવ્યો અને 30 જાન્યુારી શુક્રવારના દિવસે 'મર્દાની-3' થિયેટરમાં રિલીઝ થઈ. આ ફિલ્મ રાનીની અગાઉની મર્દાની ફિલ્મોની સિકવલ છે. મર્દાનીમાં રાની મુખર્જીની કોપ ડ્રામા દર્શકોને ખૂબ પસંદ આવ્યો છે. મર્દાનીના દરેક ડ્રામામાં કડક, ખૂંખાર અને તેજ પોલીસ ઓફિસ તરીકે લોકો રાની મુખરજીને પસંદ કરી રહ્યા છે.













