ગઈકાલે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રવિવારે સવારે મુંબઈના જુહુ ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અભિનેતા અક્ષય કુમાર પણ ત્યાં હાજર હતા. અભિનેતાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને બીએમસી કમિશનર ભૂષણ ગગરાણી સાથે બીચ સાફ કર્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સ અભિનેતાની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા હતા.
અક્ષય કુમાર કરી મુંબઈના બીચની સફાઈ
અક્ષય કુમારના ગણપતિ વિસર્જન બાદ મુંબઈના બીચની સફાઈ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અક્ષય કુમાર કેટલાક સ્વયંસેવકો સાથે બીચ પર ફેલાયેલા કચરાને બેગમાં નાખતો જોવા મળે છે. અક્ષયે જણાવ્યું હતું કે, 'જ્ઞાન આપણને શીખવે છે કે આપણે સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ. આપણા વડાપ્રધાને પણ આ પર ભાર મૂકે છે આ ફક્ત BMCની જવાબદારી નથી પરંતુ તે જનતાની પણ જવાબદારી છે'













