બોલીવુડ દિવા મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને ડાન્સ માટે જાણીતી છે. 51 વર્ષની ઉંમરે પણ મલાઈકા એટલી ફિટ છે કે દરેક તેને જોઈને દંગ રહી જાય છે. મલાઈકા તેની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તે વર્કઆઉટ કરે છે અને ડાયેટ પણ ફોલો કરે છે જેના કારણે મલાઈકાના ફેન્સમાં ચર્ચાનો વિષય રહે છે. મલાઈકા અરોરા પોતાના અંગત જીવનને કારણે પણ સમાચારમાં રહે છે. મલાઈકાએ હાલમાં જ પોતાનું એપાર્ટમેન્ટ વેચી દીધું છે. જેના કારણે તેને મોટો નફો થયો છે.


મલાઈકા અરોરા કેટલો થયો નફો?

બોલીવુડ સેલેબ્રિટીઓ માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવું આવક વધારવાનો એક સારો રસ્તો બની રહ્યો છે. ત્યારે હવે અહેવાલ અનુસાર, મલાઈકા અરોરાએ મુંબઈમાં પોતાનું અંધેરી વેસ્ટ એપાર્ટમેન્ટ 5.3 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. મલાઈકાનું આ એપાર્ટમેન્ટ 1369 ચોરસ ફૂટમાં બનેલું છે. તેમાં પાર્કિંગ સ્પેસ પણ શામેલ છે. આ ડીલ માટે મલાઈકાએ લગભગ 31.08 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની નોંધણી ફી ચૂકવી છે. મલાઈકાએ માર્ચ 2018માં આ એપાર્ટમેન્ટ 3.26 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. તેને 5.3 કરોડ રૂપિયામાં વેચીને મલાઈકાને 2.04 કરોડ રૂપિયાનો નફો થયો છે. મલાઈકાએ 7 વર્ષમાં આ મિલકતમાંથી 62 ટકા નફો મેળવ્યો છે.

મલાઈકા અરોરાએ ઓનમના અવસર પર તેની માતાના ફોટા શેર કર્યા. જેમાં તેની માતા સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે હેપ્પી ઓનમ.

મલાઈકા અરોરાનુ વર્ક

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, મલાઈકા અરોરાએ ઘણી જાહેરાતો અને લોકપ્રિય મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. મલાઈકા હવે એક રિયાલિટી શોને જજ કરતી જોવા મળે છે. આ દિવસોમાં તે રેમો ડિસોઝા સાથે એક ડાન્સ રિયાલિટી શોને જજ કરતી જોવા મળે છે. મલાઈકાને મણિરત્નમની 1998ની ફિલ્મ દિલ સેના છૈયા છૈયા ગીતથી લોકપ્રિયતા મળી હતી.


  • Follow us on: