સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો બિગ બોસ 19 માટે દર્શકો હાલમાં વધુ ઉત્સાહ અનુભવી રહ્યા છે. આ વિકેન્ડના એપિસોડ બ્લોકબસ્ટર રહ્યો હતો. કારણ કે શોમાં અનેક ફેમસ હસ્તીઓ આવી હતી. એકતા કપૂર શહેનાઝ ગિલ, નેહા કક્કર અને ટોની કક્કર સાથે દેખાશે. એકતાએ બિગ બોસના સ્ટેજ પર નાગિનની આગામી સીઝનની હિરોઈનની ઝલક આપી. શોનો લેટેસ્ટ પ્રોમો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે.
એકતાએ ઝેર ઓક્યું
ટીવી ક્વીન એકતા કપૂર આજે બિગ બોસ 19ના વીકેન્ડ કા વારમાં આવી હતી છે. હોસ્ટ સલમાન ખાન ટીવીની ક્વીન એકતા કપૂરનું સ્ટેજ પર સ્વાગત કરે છે. એકતાએ ઘરના સભ્યોને પૂછ્યું કે આ ઘરની નાગિન કોણ કોણ છે? આ પછી, એક પછી એક બધા ઘરના સભ્યોએ એકબીજા પર ગુસ્સો ઠાલવ્યો. નીલમ ગિરીએ કહ્યું કે તેને લાગે છે કે ગૌરવ ખન્ના આ ઘરનો સાપ છે. ફરહાના ભટ્ટે માલતી ચહરનું નામ લીધું. મૃદુલ તિવારીએ ફરહાનાનું નામ લીધું.













