દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના અચાનક અવસાનથી સમગ્ર ફિલ્મ જગત અને દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. 75 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ચૂકેલા નાના પાટેકરનું એક વીડિયો ભાષણ હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. આ ભાષણ તેમણે પોતાના નિધનથી માત્ર ચાર દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરના રોજ ગોવા પ્રવાસન સંબંધિત એક કાર્યક્રમમાં આપ્યું હતું, જે હવે તેમના જીવનના અંતિમ અને ગહન વિચારો તરીકે યાદ કરવામાં આવી રહ્યું છે.

પાટેકરે પૂર્વ મુખ્યમંત્રીને પણ કર્યા હતા યાદ

આ કાર્યક્રમમાં બોલતી વખતે નાના પાટેકરે ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પોતાના ખાસ મિત્ર મનોહર પારિકરને યાદ કર્યા હતા. પારિકરની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, "મનોહર પારિકર મારા મિત્ર હતા અને આવા વ્યક્તિત્વ પર આપણને ગર્વ હોવો જોઈએ. તેઓ મારાથી નાના હતા, પરંતુ તેમનું વ્યક્તિત્વ અને સાદગી એવી હતી કે હું હંમેશા તેમને આદરની નજરે જોતો હતો." તેમણે વધુમાં જણાવ્યું કે ગોવા અને દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે અહીં એવા લોકો જન્મ્યા જેમણે સપનાં જોયાં અને તેને સાકાર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

જીવન મૃત્યુ પર કરી હતી વાત

જીવન અને મૃત્યુના શાશ્વત સત્ય પર વાત કરતા નાના પાટેકરે ખૂબ જ ભાવનાત્મક અને ગહન વાતો કહી હતી. તેમણે પોતાના જીવનના અંતિમ દિવસોની અનિશ્ચિતતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "દરેક વ્યક્તિએ એક દિવસ આ દુનિયા છોડીને જવું જ પડે છે. હું કાલે અહીં હોઈશ કે નહીં, તેની કોઈને ખબર નથી. તે સમય દરેકના જીવનમાં ચોક્કસ આવવાનો છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભલે તેઓ 77 વર્ષના થઈને 78મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, પરંતુ આ ઉંમરે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આપણા જીવનમાં શું સાર્થક કાર્ય કર્યું છે.
https://www.instagram.com/reel/DeOaEX-jh_H/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

દેશ માટે કંઈક ઉત્તમ કરવાનો પ્રયાસ

તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રશ્ન કર્યો હતો કે શું આપણે ફક્ત પોતાના પરિવાર, બાળકો અને ઘર પૂરતા જ સીમિત રહીને જીવવું છે? જો જીવનનો વ્યાપ માત્ર એટલો જ હોય, તો તેનું મૂલ્ય પણ મર્યાદિત બની જાય છે. વ્યક્તિએ હંમેશા સમાજ અને દેશ માટે કંઈક ઉત્તમ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

'સિડેડ ડી ગોવા, ડોના પૌલા' ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. નાના પાટેકરના આ અંતિમ શબ્દો માત્ર એક ભાષણ નહોતા, પરંતુ એક સાચા ફિલસૂફ અને જનહિતેચ્છુ કલાકારની જીવન જીવવાની સાચી ફિલસૂફી હતી, જે હંમેશા લોકોના હૃદયમાં અમર રહેશે.

આ પણ વાંચોઃ Saudi Arabia ના 2 એરપોર્ટ પર હુતીઓનો હુમલો, 3ના મોત, 36 ઘાયલ