દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગોવાની મણિપાલ હોસ્પિટલમાં સવારે 5:20 વાગ્યે તબીબી ટીમ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 75 વર્ષીય નાના પાટેકરે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તબીબી ટીમને તેમના ફ્લેટ પર મોકલવામાં આવી હતી જ્યાં તેઓ બેભાન મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં. તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ "સુબેદાર" માં છેલ્લે જોવા મળ્યા હતા. તેમના નિધન બાદ ચાલો તેમના જીવનની કેટલીક રસપ્રદ અને પ્રેરણાદાયી વાતો જાણીએ.

વિશ્વનાથથી 'નાના' બનવાની સફર:

અભિનેતાનું મૂળ અને સાચું નામ વિશ્વનાથ પાટેકર છે. બાળપણમાં તેમની એક નાની બહેન તેમને પ્રેમથી "નાના" કહીને બોલાવતી હતી. સમય જતાં આ હુલામણું નામ એટલું પ્રખ્યાત થઈ ગયું કે તે જ તેમની કાયમી ઓળખ બની ગઈ. આજે તેમના પાસપોર્ટ અને આધાર કાર્ડ પર પણ સત્તાવાર રીતે "નાના પાટેકર" જ લખેલું છે.

માત્ર 750 રૂપિયામાં કર્યા હતા લગ્ન

નાના પાટેકર પોતાની સાદગી માટે જાણીતા છે. વર્ષ 1978માં તેમણે થિયેટર કલાકાર નીલકંઠી પાટેકર સાથે સાદાઈથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નનો કુલ ખર્ચ માત્ર 750 રૂપિયા થયો હતો. તે સમયે નીલકંઠી એક બેંક અધિકારી તરીકે કામ કરતી હતી અને દર મહિને 2,500 રૂપિયા કમાતી હતી, જ્યારે નાના પાટેકરને તે દિવસોમાં નાટક અથવા શો કરવા બદલ માત્ર 50 રૂપિયા મળતા હતા. તેમ છતાં તેમની જોડીએ જીવનના સંઘર્ષોનો સામનો કરીને એક મજબૂત સફર ખેડી.
નાના પાટેકરનું નિધન

સેના પ્રત્યેનો ગાઢ પ્રેમ

નાના પાટેકરને ભારતીય સેના પ્રત્યે અસીમ આદર અને લગાવ છે. વર્ષ 1991માં આવેલી તેમની સુપરહિટ ફિલ્મ "પ્રહાર: ધ ફાઇનલ એટેક" માં સૈનિકની ભૂમિકા ભજવવા અને તેનું દિગ્દર્શન કરવા માટે તેમણે વાસ્તવિક ભારતીય સેના સાથે સખત લશ્કરી તાલીમ લીધી હતી. વાસ્તવિક જીવનમાં પણ તેઓ હંમેશા સૈનિકોના સમર્થનમાં ઉભા રહે છે.
નાના પાટેકરનું નિધન

જીવનનું સૌથી મોટું દુઃખ

વ્યક્તિગત જીવનમાં નાના પાટેકરે ભારે સંઘર્ષ અને પીડાનો સામનો કર્યો છે. તેમના મોટા પુત્રનું બાળપણમાં જ અચાનક અવસાન થયું હતું, જેનાથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જોકે, બાદમાં તેમના નાના પુત્ર મલ્હાર પાટેકરના જન્મથી તેમના જીવનમાં થોડી ખુશીઓ પાછી આવી હતી. મલ્હારે અભિનયને બદલે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શનના ક્ષેત્રને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું છે. નાના પાટેકર પોતાની ઉત્કૃષ્ટ અભિનય શૈલી અને સાદગીપૂર્ણ જીવનશૈલી માટે હંમેશા અમર રહેશે.
નાના પાટેકરનું નિધન

આ પણ વાંચોઃ America માં ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ!OPT માટે ₹60 લાખ સુધીની ફીનો પ્રસ્તાવ