દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીની ભક્તિમય ડ્રામા ફિલ્મ 'હનુમાન અંશ' હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શોભિનવ સત્ય અભિનીત આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન અને તેમની અદ્ભુત યાત્રા પર આધારિત છે. ૭ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ હવે તેણે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે.

ધીમી શરૂઆત બાદ બોક્સ ઓફિસ પર અકલ્પનીય ઉછાળો

રિલીઝના પ્રારંભિક દિવસોમાં ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. તેણે પહેલા અઠવાડિયામાં ₹૧.૦૮ કરોડ અને બીજા અઠવાડિયામાં ₹૪૦ લાખની જ કમાણી કરી હતી. જોકે, ત્રીજા અઠવાડિયાથી માઉથ-ઓફ-પબ્લિસિટીના કારણે ફિલ્મે જોર પકડ્યું અને ₹૧૦.૪૦ કરોડનું કલેક્શન કર્યું. ચોથા અઠવાડિયામાં તો અદ્ભુત વૃદ્ધિ સાથે ફિલ્મે ₹૬૧ કરોડ અને પાંચમા અઠવાડિયામાં ₹૯૦.૨૫ કરોડનો છાપતો વેપાર કર્યો હતો.

Neem Karlo Baba Hanuman Ansh

૩૮મા દિવસે કરી બમ્પર કમાણી, ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો

ફિલ્મે તેની રિલીઝના ૩૮મા દિવસે પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી હતી અને આ દિવસે ₹૨૨.૫૦ કરોડનો આંકડો સર કર્યો હતો. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ₹૨૧૪.૬૩ કરોડ થઈ ગયું છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, ફિલ્મે અત્યાર સુધીમાં ₹૨૫૩.૫૫ કરોડની ભવ્ય કમાણી કરીને વર્ષની સૌથી મોટી સ્લીપર હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મનો તાજ પોતાના નામે કર્યો છે.

સ્ટીવ જોબ્સથી લઈને વિરાટ કોહલી સુધી, શ્રદ્ધાળુઓમાં દિગ્ગજો સામેલ

નીમ કરોલી બાબાનો મહિમા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વ્યાપકપણે ફેલાયેલો છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ૧૯૭૪માં તેમની શોધો માટે ભારત આવ્યા હતા, જ્યારે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ ઉત્તરાખંડ સ્થિત તેમના જાણીતા કૈંચી ધામ આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ નીમ કરોલી બાબામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.


આ પણ વાંચો : Ranveer Singh BMW India: રણવીર સિંહની એક જાહેરાતની ફી સાંભળીને ચોંકી જશો! BMW કારની એડ માટે મળ્યા અધધ..રૂપિયા!