પંચાયત સીરીઝમાં મંજુ દેવીથી ફેમસ થયેલ એક્ટ્રેસ નીના ગુપ્તા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તેણે હાલમાં જ એખ ઈન્ટરવ્યૂમાં પ્રેમ અને સંબંધ પર ખુલીને વાતચીત કરી હતી. જે સોશિયલ મીડિયામં હાલ ચર્ચામાં છે.
નીના ગુપ્તાને એક સવાલ પૂછવમાં આવ્યો હતો કે તમે એવા પાર્ટનરને પસંદ કરશો જે અમુકવાર જ પ્રેમ જતાવે અને સરપ્રાઈઝ પણ ના આપે. તેના પર નીના ગુપ્તાએ કહ્યું કે, મને પ્રેમથી વધારે ગીફ્ટ વધુ પસંદ છે. પ્રેમનો શું મતલબ? બકવાસ! હું તો શોશેબાઝ છું. તેણે આખી વાત ઈમાનદારીથી કહી હતી અને જણાવ્યું હતું કે તેને સાંસારિક વસ્તુઓ વધારે પસંદ છે. પ્રેમ તો ફક્ત શબ્દો સુધી જ સીમિત છે.
નીના ગુપ્તાએ શું કહ્યું?
વાતચીત સમયે તેણે પોતાના મિત્રની સલાહ પણ શરે કરી હતી. તેણે કહ્યું કે એકવાર હું મારી ફ્રેન્ડ સાથે મારા પતિની ફરિયાદ કરી રહી હતી. ત્યારે મારી ફ્રેન્ડે મને સમજાવ્યું કે પ્રેમ ફક્ત આઈ લવ યુ કહી દેવાથી નથી ચાલતો. સંબંધોમાં ગિફટ્સ, પ્રોપર્ટી, જ્વેલરી, કપડાં જેવી વસ્તુઓ પણ મેટર કરે છે. એ બધું નહીં તો છેવટે જન્મદિવસ પર એક સાડી તો મળવી જોઈએ.
નીના ગુપ્તાનું કરિયર
નીના ગુપ્તા લાંબા સમયથી ફિલ્મો અને ટેલીવિઝનમાં કામ કર્યું છે, પરંતુ તેને તેની અસલી ઓળખ ફિલ્મ બધાઈ હોમાંથી મળી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની માતાના રોલમાં હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારબાદ પંચાયત વેભ સીરીઝથી પણ તે ફેમસ થઈ હતી.
આ સમયે નીના ગુપ્તા તેની નવી ફિલ્મ મેટ્રો ઈન દિનોને લઈને ચર્ચામાં છે તે 4 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. તેમજ આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, અનુપમ ખેર જેવા કલાકારો છે.