18 ડિસેમ્બર 2026થી Netflix પર સ્ટ્રીમ થશે ટ્રૂ-ક્રાઇમ ડોક્યુમેન્ટરી ‘Love Scam & Dhoka: The Sukesh Chandrashekhar Story’; બે વર્ષથી વધુના સંશોધન બાદ તૈયાર કરવામાં આવી છે આ સિરીઝ.

સુકેશ ચંદ્રશેખર... એક એવું નામ, જેની સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી, બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથેના સંબંધો અને રાજકીય વર્તુળો સુધી પહોંચવાના દાવાઓ જોડાયેલા છે. બેંગલુરુના એક યુવકથી લઈને દેશભરમાં ચર્ચિત નામ બનવા સુધીની તેની કહાની હવે પડદા પર જોવા મળશે.

Netflix ટૂંક સમયમાં સુકેશ ચંદ્રશેખરની જિંદગી અને તેની સાથે જોડાયેલા કથિત ઠગાઈના નેટવર્ક પર આધારિત ટ્રૂ-ક્રાઇમ ડોક્યુમેન્ટરી રજૂ કરવા જઈ રહ્યું છે.

Netflix પર આવશે ‘Love Scam & Dhoka’

Netflixએ પોતાની નવી ટ્રૂ-ક્રાઇમ ડોક્યુમેન્ટરી ‘Love Scam & Dhoka: The Sukesh Chandrashekhar Story’ની જાહેરાત કરી છે. India Today Originals દ્વારા નિર્મિત આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન મૌમિતા સેન અને નિયાંથા શેખરે કર્યું છે. જ્યારે ચાંદની અહલાવત દબાસે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જવાબદારી સંભાળી છે.

આ ડોક્યુમેન્ટરીમાં સુકેશ ચંદ્રશેખર પર લાગેલા છેતરપિંડી અને ઠગાઈના આરોપો સાથે જોડાયેલી કહાની રજૂ કરવામાં આવશે. તેની ઓળખાણો, મોટા દાવાઓ અને કથિત નાણાકીય કૌભાંડ પાછળની હકીકતોને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.

https://www.instagram.com/p/DgMRlRfIXXg/?utm_source=ig_web_copy_link&bqrl=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==

200 કરોડના કૌભાંડ અને બોલિવૂડ કનેક્શન પર નજર

આ ડોક્યુમેન્ટરી 18 ડિસેમ્બર 2026થી Netflix પર સ્ટ્રીમ થશે. ‘કરી એન્ડ સાયનાઇડ: ધ જોલી જોસેફ કેસ’ અને ‘ધ ઇન્દ્રાણી મુખર્જી સ્ટોરી: બરિડ ટ્રુથ’ જેવી ચર્ચિત ડોક્યુમેન્ટરી બનાવનારી ટીમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

બે વર્ષથી વધુ સમય સુધી કરવામાં આવેલા સંશોધનના આધારે સુકેશના શરૂઆતના જીવનથી લઈને તેના કથિત ઠગાઈના નેટવર્ક સુધીની વિગતો રજૂ કરવામાં આવશે. ખાસ કરીને તિહાડ જેલમાં બંધ હોવા છતાં તેનું નેટવર્ક કેવી રીતે કાર્યરત રહ્યું અને આટલા મોટા સ્તરે તે કેવી રીતે પહોંચ્યું, તે મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે.

સિસ્ટમની ખામીઓ પર પણ ઉઠશે સવાલ

આ ડોક્યુમેન્ટરી માત્ર સુકેશ પર લાગેલા આરોપો સુધી મર્યાદિત નહીં રહે. પરંતુ કથિત છેતરપિંડીનું નેટવર્ક આટલા લાંબા સમય સુધી કેવી રીતે ચાલતું રહ્યું, લોકો તેના પર વિશ્વાસ કેમ કરતા રહ્યા અને કઈ સંસ્થાકીય ખામીઓનો તેને ફાયદો મળ્યો, તે સમજવાનો પણ પ્રયાસ કરશે.‘લવ સ્કેમ અને ધોખા: ધ સુકેશ ચંદ્રશેખર સ્ટોરી’ 18 ડિસેમ્બર 2026થી Netflix પર સ્ટ્રીમ થશે.

આ પણ વાંચો:Amitabh Bachchanને ફરી ધમકી! ‘જલસા’ બંગલો અને BMC મુખ્યાલયને બોમ્બથી ઉડાવવાની ચેતવણી