મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના છેતરપિંડીના કેસમાં નોરા ફતેહી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી છે. આ કેસમાં નોરા ફતેહી કોર્ટમાં સરકારી સાક્ષી બનીને પહોંચી છે. વાસ્તવમાં 2 નવેમ્બરે અભિનેત્રીને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેના પગલે તેણે આજે એટલે કે 6 નવેમ્બરે કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું. અગાઉ અભિનેત્રી કામના વ્યસ્ત શિડ્યુલને કારણે જુબાની આપવા કોર્ટમાં પહોંચી શકી નહોતી, ત્યારબાદ તેને 6 નવેમ્બરે હાજર રહેવા કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા. હવે અભિનેત્રી કોર્ટ પહોંચી ગઈ છે અને તેણે મહાઠગ સુકેશ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી છે. ANI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં નોરા કોર્ટ પરિસરમાં પ્રવેશતી જોવા મળી રહી છે.
પહેલાં કોર્ટમાં હાજર નહોતી થઈ
વાસ્તવમાં અભિનેત્રીને 2 નવેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તે દિવસે તેણે કોર્ટમાં સુકેશ વિરુદ્ધ જુબાની આપવાની હતી. પરંતુ અભિનેત્રી પોતાના વ્યસ્ત શેડ્યૂલના કારણે તે દિવસે કોર્ટમાં પહોંચી શકી નહોતી. જેના પર કોર્ટે નોરાના આવા વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કોર્ટના નિર્દેશોને હળવાશથી ન લેવાની તાકીદ કરી હતી. ત્યારબાદ અભિનેત્રીના વકીલ તરફથી અરજી કરવામાં આવી હતી, જેના પછી અભિનેત્રી 6 નવેમ્બરે કોર્ટ પહોંચી અને મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં સરકારી સાક્ષી તરીકે પોતાની જુબાની નોંધાવી.

