બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા આ સમયે ચર્ચામાં છે. એક્ટ્રેસ વિશે સમાચાર આવ્યા હતા કે બાલીમાં તેનો અકસ્માત થઈ ગયો છે. જે પછી ફેન્સ નુસરતનું હેલ્થ અપડેટ જાણવા માંગતા હતા. એક્ટ્રેસની ટીમે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે એક્ટ્રેસની કરોડરજ્જુના હાડકામાં ફ્રેક્ચર થયું છે. બાલીની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે હવે નુસરતને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લાવવામાં આવી છે.

નુસરતની ઈજા ગંભીર છે…

નુસરત બાલીમાં કામ અને વેકેશન માણવા માટે ગઈ હતી. અકસ્માત પછી એક્ટ્રેસના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર્સે જણાવ્યું કે નુસરતની ઈજા ગંભીર છે અને તેની કરોડરજ્જુની સર્જરી થશે. તેની ટીમે વધુ સારી સારવાર માટે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા બાલીથી મુંબઈ લાવવાની વ્યવસ્થા કરી હતી.
https://www.instagram.com/reel/DeACVDXik0U/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

મુંબઈ પહોંચી નુસરત ભરૂચા

શુક્રવાર સાંજે નુસરત ભરૂચા એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ પહોંચી ગઈ છે. સામે આવેલા વીડિયોમાં તેને સ્ટ્રેચર પર લઈ જવામાં આવતી જોવા મળી હતી. રિપોર્ટ્સ મુજબ મુંબઈ પહોંચ્યા પછી તેને આગળની સારવાર અને સ્પાઈન સર્જરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. નુસરતની ટીમે જણાવ્યું છે કે હાલમાં તેનું સ્વાસ્થ્ય અને જરૂરી સારવાર પ્રાથમિકતા છે. ઈજા અને સર્જરીને કારણે આવનારા કેટલાક અઠવાડિયા માટે તેના કામ પર અસર પડી શકે છે. ટીમે ફેન્સ અને મીડિયાને તેની પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી છે.
Nushrratt Bharuccha (1)

અકસ્માત કેવી રીતે થયો?

હાલમાં નુસરતનો અકસ્માત કેવી રીતે થયો તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. તેની ટીમે પણ અકસ્માત અંગે કોઈ વિસ્તૃત માહિતી આપી નથી. કામની વાત કરીએ તો, નુસરત ભરૂચા તાજેતરમાં ઉફ યે સિયાપામાં જોવા મળી હતી અને રિપોર્ટ્સ મુજબ તે ટાઈગર શ્રોફની આગામી ફિલ્મમાં જોવા મળવાની છે.

આ પણ વાંચો-Govinda Movie : ડેટિંગની ચર્ચા વચ્ચે ગોવિંદા અને કોમલ રાનીનો રોમેન્ટિક અંદાજ, રૂપાની પહેલી ઝલક આવી સામે!