રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ છે. તેની કાસ્ટ ખૂબ જ મજબૂત છે અને નિર્માતાઓએ તેનું બજેટ જાહેર કર્યા પછી, તેના વિશે ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ફિલ્મમાં એક એવો અભિનેતા પણ છે જેનો પહેલો પગાર ફક્ત 500 રૂપિયા હતો અને હવે તે રામાયણ માટે કરોડો રૂપિયાની ફી વસૂલ કરી રહ્યો છે.
આ અભિનેતા ન તો રણબીર કપૂર છે, ન યશ છે કે ન તો સની દેઓલ. તેનું નામ રવિ દુબે છે. રવિ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. હવે તેને તેની કરિયર સૌથી મોટો પ્રોજેક્ટ મળ્યો છે. રામાયણમાં તે ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણજીની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ માટે તેને તગડી ફી મળી છે.
પહેલો પગાર 500 રૂપિયા હતો
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જન્મેલા રવિએ અભિનેતા તરીકે કામ કરતા પહેલા જુનિયર કલાકાર તરીકે કામ કર્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે રિયાલિટી શો 'કિસ્મે કિતના હૈ દમ'માં તેણે શોના હોસ્ટ ગુલ પનાગ અને હુસૈન કુવાજેરવાલાની પાછળ ડાન્સ કર્યો હતો. અભિનેતાને જુનિયર કલાકાર તરીકે કામ કરવા માટે 500 રૂપિયા મળ્યા હતા. રવિએ કહ્યું કે આ તેમનો પહેલો પગાર હતો.
2010માં ટીવી અભિનેતા બન્યો
જે પ્રોડક્શન હાઉસે રવિ દુબેને 'કિસ્મે કિતના હૈ દમ'માં જુનિયર કલાકાર તરીકે કામ આપ્યું હતું, તે જ પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ટીવી સીરિયલ 'સાસ બિના સસુરાલ'માં તે મુખ્ય ભૂમિકામાં દેખાયો હતો. આ સીરિયલ 2010માં આવી હતી. ત્યારબાદ તે 20104ના શો 'જમાઈ રાજા'માં પણ જોવા મળ્યો હતો.
રામાયણ માટે આટલા કરોડ મળ્યા
રામાયણ બે ભાગમાં બની રહી છે. પહેલા ભાગ માટે રણબીર કપૂરને 75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. અભિનેત્રી સાઈ પલ્લવીને માતા સીતાના રોલ માટે 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિને લક્ષ્મણના રોલ માટે 2 થી 4 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. રામાયણના બંને ભાગનું બજેટ 4 હજાર કરોડ રૂપિયા છે. પહેલો ભાગ 2026માં દિવાળી અને બીજો 2027માં દિવાળી પર રિલીઝ થશે.