હેલોવીન પર લોકો અવનવા અને વિચિત્ર લુક્સ તૈયાર કરતા હોય છે. બોલીવુડના સિતારાઓ પણ અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે અને દર્શકોનું મનોરંજન કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ખતરોં કે ખિલાડી 15 ફેમ ઓરીનો હેલોવીન લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ લુકમાં ઓરી તુમ્બાડ ફિલ્મના હસ્તરના અવતારમાં જોવા મળી રહ્યો છે. ફેન્સે જેવો ઓરીનો આ અવતાર જોયો કે તરત જ સૌ કોઈ દંગ રહી ગયા. ઓરી હૂબહૂ તુમ્બાડના હસ્તર જેવો જ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો આ લુક વાયરલ થઈ રહ્યો છે અને પાપારાઝી સમક્ષ પણ તે આ નવા લુકમાં પોઝ આપતો જોવા મળ્યો હતો. ફેન્સને તેનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

ઓરીએ રિક્રિએટ કર્યો હસ્તરનો લુક

ઓરી અવારનવાર પોતાના લુક્સ સાથે અખતરા કરતો જોવા મળે છે. ત્યારે હેલોવીનના અવસરે ઓરીએ એવો લુક બનાવ્યો જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. તેણે વિદેશી ફિલ્મોના ભૂત-પ્રેતના પાત્રો પસંદ કરવાને બદલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આઇકોનિક ફિલ્મ તુમ્બાડના પ્રખ્યાત રાક્ષસ હસ્તરનો લુક પસંદ કર્યો હતો. આ ડરામણા લુકમાં ઓરીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ બની છે.

https://www.instagram.com/reel/DfG7BSZIBnV/?utm_source=ig_web_copy_link&exln=NTc4MTIwNjQ2YQ==

ઓરીનો ભયાનક અંદાજ

ઓરીએ આ અનોખા લુક સાથે પાપારાઝી સમક્ષ ઘણા પોઝ પણ આપ્યા હતા. ઈન્ફ્લુએન્સરે પોતાના આખા શરીર પર લાલ રંગનો લેપ લગાવ્યો હતો અને માથા પર હસ્તરની જેમ જ મુગટ પહેર્યો હતો. આ ઉપરાંત ઓરીએ પોતાના ફોન કવર પર લોટની ઢીંગલી પણ લગાવી હતી અને આંગળીઓ પર અણીદાર નખ પણ ધારણ કર્યા હતા. ઓરીનો આ લુક અત્યંત ભયાનક દેખાઈ રહ્યો હતો. તેને જોઈને ફેન્સના મનમાં તુમ્બાડ ફિલ્મની યાદો તાજી થઈ ગઈ અને દરેકના મગજમાં હસ્તરનું પાત્ર ઘૂમવા લાગ્યું.

https://www.instagram.com/reel/DfHziBczsKD/?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

તુમ્બાડ બની આઇકોનિક ફિલ્મ

તુમ્બાડના હસ્તરના પાત્રને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. આ હોરર ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, જેમાં સોહમ શાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. રિલીઝ સમયે ફિલ્મની બહુ ચર્ચા નહોતી થઈ, પરંતુ સમય જતાં તે એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ. ત્યારબાદ વર્ષ 2024માં તેને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી, જ્યાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે, જેમાં સોહમ શાહની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

આ પણ વાંચો-Yash Ravana Look : રાવણના લુકમાં યશને જોઈ દીકરો પણ રહી ગયો દંગ! બોલ્યો- 'તમે ખરાબ માણસ છો'