પંકજ ધીરનું 68 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પંકજ ધીરને "ચંદ્રકાંતા" માં શિવદત્તની ભૂમિકા માટે ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. બી.આર. ચોપરાની હિટ ટીવી સિરિયલ "મહાભારત" દ્વારા તેમણે દરેક ઘરમાં ઓળખ મેળવી. કર્ણના તેમના પાત્રે લોકોના હૃદય પર એવી અસર છોડી કે જ્યારે શોમાં કર્ણનું મૃત્યુ દ્રશ્ય બતાવવામાં આવ્યું ત્યારે લોકો રડવા લાગ્યા હતા. ત્યારે આવો જાણીએ તેમના જીવન અને કારર્કિદી વિશે


મહાભારતમાં કરવાના હતા અર્જુનનો રોલ 

1988 ની "મહાભારત" માં દાનવીર કર્ણની ભૂમિકા ભજવીને પંકજ ધીરે ખૂબ જ સ્ટારડમ મેળવ્યું. આ પછી શાળાના પુસ્તકોમાં પણ કર્ણ તરીકે પંકજ ધીરના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. જોક તમને જાણીને નવાઈ લાગશે કે કર્ણની ભૂમિકા ભજવતા પહેલા તેઓ અર્જુનનો રોલ કરવાના હતા. તેમણે ઓડિશન પણ આપ્યું તેમાં તેઓ સફળ પણ થયા પરંતુ તે પછી તેમના બદલે ફિરોઝ ખાનને ભૂમિકા મળી હતી.કારણ કે આ રોલ પ્લે કરવા તેમને મૂંછો મૂંડાવવાનુ કહેવામાં આવ્યું હતું જે પંકજ ધીરને પસંદ ન હતું. આથી તેમણે તે રોલ નકારી કાઢ્યો.

બીઆર ચોપરાએ તેમને કાઢી મૂક્યા હતા

પંકજ ધીરની જીદ જોઈને બીઆર ચોપરાએ તેમને "મહાભારત" માંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ પંકજ ઘણા મહિનાઓ સુધી કામની શોધમાં રહ્યા. પછી બીઆર ચોપરાએ તેમને ફરીથી બોલાવ્યા અને કર્ણની ભૂમિકા ઓફર કરી.

શાળાના પુસ્તકોમાં કર્ણ તરીકે પંકજ ધીરનો ફોટો છપાતો

કર્ણની ભૂમિકા ભજવ્યા પછી પંકજ ધીરે એટલું સ્ટારડમ મેળવ્યું કે કરનાર અને બસ્તરના મંદિરોમાં તેમની મૂર્તિઓ બનાવવામાં આવી અને સ્થાપિત કરવામાં આવી. તેમની પૂજા થવા લાગી. પંકજ ધીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કરનાલ અને બસ્તરના મંદિરોમાં તેમના ચહેરાવાળી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. તેમણે તે મંદિરોની મુલાકાત લીધી હતી.

શૂટિંગમાં યુદ્ધની સીનમાં થયા હતા ઇજાગ્રસ્ત

ટેલિવિઝનમાં પંકજ ધીરના કર્ણના પાત્રથી લોકો એટલા પ્રભાવિત થયા હતા કે જ્યારે "મહાભારત" માં કર્ણના વધનો દ્રશ્ય બતાવવામાં આવ્યો ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. વળી મહાભારતના શૂટિંગ દરમિયાન એવો એક સીન બન્યો કે જેમાં તેમણે સર્જરી કરાવવી પડી. યુદ્ધના દ્રશ્ય દરમિયાન પંકજ ધીરની આંખમાં તીર વાગ્યું હતું, જેના કારણે સર્જરીની જરૂર પડી હતી. કારણ કે યુદ્ધના દ્રશ્યોને વાસ્તવિક બનાવવા માટે વાસ્તવિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

  • Follow us on: